ઈન્ડિગોની ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, દુબઈથી મુંબઈ જતા વિમાનમાં ધુમાડો નીકળ્યો!
July 27, 2026
દુબઈથી મુંબઈ તરફ આવી રહેલી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટ (IGO1452)માં અચાનક સ્મોક (ધુમાડો)ની વોર્નિંગ મળતા ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. એરક્રાફ્ટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધુમાડો નીકળતો હોવાની જાણ થતાં જ પાયલોટે ફ્લાઈટને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરી હતી, જ્યાં તેનું સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ઈન્ડિગોની (IGO1452) ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 194 મુસાફરો સવાર હતા. ફ્લાઈટ જ્યારે મુંબઈ તરફ જઈ રહી હતી ત્યારે અચાનક તેના માલસામાન રાખવાના ભાગ એટલે કે કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં સ્મોક થવાની જાણ થઈ હતી. આ ઘટનાને કારણે વિમાનમાં બેઠેલા મુસાફરોમાં ભારે ડર અને ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાયલટે એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો હતો અને રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ માટે મંજૂરી મેળવી હતી. રાજકોટ એરપોર્ટ પર ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તમામ સુરક્ષા વ્યવસ્થાઓ અને ફાયર ફાઈટર-એમ્બ્યુલન્સને ઍલર્ટ કરી દેવામાં આવ્યા હતા.
પાયલટની કુશળતા અને સમયસૂચકતાને કારણે એરક્રાફ્ટનું સુરક્ષિત લેન્ડિંગ સંપન્ન થયું હતું, જેના પરિણામે ફ્લાઈટમાં સવાર તમામ 194 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ થયો છે. તમામ મુસાફરો સુરક્ષિત બહાર આવી જતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
Related Articles
સરકાર માટે વધુ એક મુશ્કેલીના એંધાણ, E20 જનતા પાર્ટી કરશે શુદ્ધ પેટ્રોલની માંગ
સરકાર માટે વધુ એક મુશ્કેલીના એંધાણ, E20...
Jul 26, 2026
ધર્મેન્દ્ર પ્રધાન પ્રત્યે સહાનુભૂતિની પોસ્ટ કરનાર ભાજપ સાંસદની પુત્રીનું ઈન્સ્ટા એકાઉન્ટ બંધ
ધર્મેન્દ્ર પ્રધાન પ્રત્યે સહાનુભૂતિની પો...
Jul 26, 2026
વિદ્યાર્થીઓ પર અત્યાચાર મામલે મોદી માફી માંગે અને પોલીસ સામે સખત પગલા લેવાય ઃ કોંગ્રેસની આકરી માંગ
વિદ્યાર્થીઓ પર અત્યાચાર મામલે મોદી માફી...
Jul 26, 2026
ભારતના Gen-Z આંદોલનની ગૂંજ પાકિસ્તાન અને નેપાળ સુધી : યુવાનોએ કર્યા સલામ
ભારતના Gen-Z આંદોલનની ગૂંજ પાકિસ્તાન અને...
Jul 26, 2026
અસમમાં પૂરના કારણે મૃત્યુઆંક 66 પહોંચ્યો, લાખો લોકો ઘરવિહોણા
અસમમાં પૂરના કારણે મૃત્યુઆંક 66 પહોંચ્યો...
Jul 26, 2026
હવે ચૂંટણી નહીં લડું: 50 વર્ષની રાજકીય સફર બાદ પૂર્વ CM સિદ્ધારમૈયાની જાહેરાત
હવે ચૂંટણી નહીં લડું: 50 વર્ષની રાજકીય સ...
Jul 26, 2026
Trending NEWS
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026
26 July, 2026