સુરત સરકારની શેરબજારમાં એન્ટ્રી, SMCના 200 કરોડનાં ગ્રીન બોન્ડને મળી મંજૂરી

March 10, 2025

સુરત શહેરની મનપા હવે એક નવા કાર્યોનો આરંભ કરવા જઈ રહી છે. સુરત મહાનગર પાલિકા આવકના સ્ત્રોત વધારવા ટૂંક સમયમાં શેરબજારમાં એન્ટ્રી કરશે. રાજ્ય સરકાર તરફથી સુરત મનપાના 200 કરોડનાં ગ્રીન બોન્ડને મંજૂરી મળી ગઈ છે. અને હવે આગામી એપ્રિલ મહિનામાં મનપા શેરબજારમાં ઝંપલાવશે. મનપા શેરબજારમાં એપ્રિલમાં લિસ્ટિંગ કરવામાં આવે તેવી ગણતરી થઈ રહી છે. કેન્દ્ર સરકાર અમૃત-2 યોજના અંતર્ગત મનપાને અંદાજે રૂપિયા 10 કરોડ જેટલી સબસિડી આપશે.

શેરબજારમાં મનપાના આગમન સાથે જ આવકના સ્ત્રોત વધતા SMCના બોન્ડ કામમાં લાગશે. શહેરી વિકાસ વિભાગે 200 કરોડનાં ગ્રીન બોન્ડને મંજૂરીની મ્હોર મારતા ટૂંક સમયમાં મનપા શેરબજારમાં લિસ્ટીંગ કરશે. દેશમાં પ્રથમ વખત કોઈ પાલિકા શેરબજારમાં પર્દાપણ કરવા જઈ રહી છે. આજે લોકો વધુ કમાણી મેળવવા શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકવા કરવા લાગ્યા છે.

લોકોમાં આજે દેખાદેખીના કારણે ખર્ચનું પ્રમાણ વધ્યું છે. શાળાઓની મોંઘી ફી તેમજ મોજશોખ વધતા લોકો દ્વારા નાણાકીય આવકના સ્ત્રોત વધારવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મર્યાદિત પગારના ધારાધોરણના કારણે આવક સામે જાવક વધતા લોકો શેરબજારમાં સુરક્ષિત રીતે રોકાણ કરી રહ્યા છે.