ઓસ્ટ્રેલિયામાં પણ ભારતીયો પર સંકટના વાદળો, 1 એપ્રિલથી નવી પોલિસી અમલમાં મૂકાતા ઘર ખરીદવું થશે મુશ્કેલ
February 17, 2025
ઓસ્ટ્રેલિયાએ વિદેશીઓ પર આગામી બે વર્ષ સુધી પોતાની માલિકીનું ઘર ખરીદવા પર પ્રતિબંધ લાદ્યો છે. મકાનોના વધતા ભાવને ધ્યાનમાં લેતાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીસે વિદેશીઓ માટે તૈયાર ઘરોની ખરીદી કરવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. બે વર્ષ સુધી પ્રતિબંધના કારણે ઓસ્ટ્રેલિયામાં રહેતા અને અભ્યાસ કરતાં લાખ્ખો ભારતીયો કે, જેઓ ત્યાં સેટલ થવા માગે છે, તેમને અસર કરશે.
કોરોના મહામારી બાદથી ઓસ્ટ્રેલિયામાં પણ ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. ઓસ્ટ્રેલિયામાં આશરે સાત લાખથી વધુ ભારતીયો વસે છે. ઓસ્ટ્રેલિયાના હાઉસિંગ મિનિસ્ટર ક્લેયર ઓ'નીલે જાહેરાત કરી હતી કે, કોઈપણ વિદેશી 1 એપ્રિલ, 2025થી 31 માર્ચ, 2027 સુધી ઓસ્ટ્રેલિયામાં તૈયાર પ્રોપર્ટીમાં રોકાણ કે ખરીદી શકશે નહીં. તેમના પર બે વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવે છે. નિશ્ચિત સમય મર્યાદા બાદ ફરી સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે, ત્યારબાદ પ્રતિબંધ જારી રખાશે કે કેમ તેનો નિર્ણય લેવામાં આવશે.
ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશીઓ ખાસ કરીને ભારતીયોની સંખ્યા વધી રહી છે. જેના લીધે હાઉસિંગ ક્રાઇસિસ સર્જાઈ છે. રિયલ એસ્ટેટમાં પણ ફુગાવો શરુ થઈ ચૂક્યો છે. વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં મકાનોના ભાડા પણ વધ્યા છે. વધુમાં ઓસ્ટ્રેલિયામાં આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી પણ યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખતાં ઓસ્ટ્રેલિયાની સરકારે આ નિર્ણય લીધો છે. જેના માટે તે ટેક્સ ઑફિસને વધારાનું ફંડ પણ આપશે. ઉલ્લેખનીય છે, ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ પ્રોપર્ટી ખરીદનારામાં ભારતીયોની સંખ્યા વધુ છે.
2023-24માં ભારત ઓસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન માટેનો પ્રમુખ સ્રોત રહ્યો છે. ભારતીય યુવાનો ઉચ્ચ શિક્ષણ અને સ્થાયી થવા માટે ઓસ્ટ્રેલિયા પસંદ કરી રહ્યા છે. જેના લીધે વિદેશીઓની સંખ્યા વધતાં ઓસ્ટ્રેલિયામાં મકાનોના ભાડા, ખાણી-પીણીની ચીજોના ભાવ વધી રહ્યા છે. સિડનીમાં છેલ્લા દસ વર્ષમાં મકાનોની કિંમત 70 ટકા વધી છે. જ્યાં સરેરાશ કિંમત 12 લાખ ઓસ્ટ્રેલિયન ડૉલર (અંદાજિત રૂ. 6.60 કરોડ) છે.
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026