'કોંગ્રેસ MPના પાકિસ્તાન સાથે કનેક્શનના પુરાવા મળ્યા', હિમંતા બિસ્વા સરમાનો દાવો
February 08, 2026
આસામ : આસામના કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈના કથિત પાકિસ્તાન લિંકને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ એક ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, "હું જ્યારે આસામમાં રોકાણના પ્રસ્તાવ સાથે સિંગાપોરમાં હતો, ત્યારે જ તે તસવીર વાયરલ થઈ હતી. જેમાં ગૌરવ ગોગોઈ કેટલાક યુવાનોને પાકિસ્તાની દૂતાવાસમાં લઈ જતા જોવા મળ્યા હતા. અબ્દુલ બાસિત તે સમયે ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશનર હતા. એક રીતે, તેમણે પાકિસ્તાનને કાયદેસરતા આપવાનો પ્રયાસ કર્યો હતો."
શર્માએ આગળ કહ્યું કે, "જો તમે આ તસવીરને કારગિલ યુદ્ધની પૃષ્ઠભૂમિમાં જુઓ, તો આસામના કેપ્ટન જિંટુ ગોગોઈએ દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. બીજા ઘણા લોકોએ પણ દેશ માટે બલિદાન આપ્યું હતું. પાકિસ્તાન સાથેના આપણા સંબંધો અને ઓપરેશન સિંદૂર દરમિયાન દેશની જનતાએ વડાપ્રધાનને જે રીતે સાથ આપ્યો હતો, તે સૌ જાણે છે. આ બાબત દેશની લાગણીઓને દર્શાવે છે."
સરમાએ આક્ષેપ કર્યો કે, "મને નથી લાગતું કે અન્ય કોઈ કોંગ્રેસ નેતાએ ક્યારેય આટલા મોટા પ્રતિનિધિમંડળ સાથે પાકિસ્તાનની મુલાકાત લીધી હોય. લાંબા સમય સુધી મને લાગતું હતું કે આ તસવીર ફોટોશોપ કરેલી છે, પરંતુ બે-ત્રણ દિવસ પછી કોંગ્રેસના લોકો તેનું સમર્થન કરવા લાગ્યા, ત્યારે મને સમજાયું કે આ તસવીર અસલી છે. ત્યારબાદ અમે તપાસ શરૂ કરી કારણ કે આ મામલો નાનો ન હોઈ શકે."
ગૌરવ ગોગોઈએ હિમંત બિસ્વા સરમાની પ્રેસ કોન્ફરન્સને સુપર ફ્લોપ ગણાવી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "મને દિલ્હી અને આસામના પત્રકારો પર દુ:ખ થાય છે જેમને સદીની સૌથી ખરાબ પ્રેસ કોન્ફરન્સ સહન કરવી પડી. તે સી-ગ્રેડ ફિલ્મ કરતાં પણ ખરાબ હતી. કહેવાતા હોશિયાર મુખ્યમંત્રી દ્વારા રજૂ કરાયેલી દલીલો સંપૂર્ણપણે વાહિયાત અને ખોટી હતી."
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026