જાણીતા સિંગરનું 34 વર્ષની વયે નિધન થતાં ફેન્સ સ્તબ્ધ!
November 18, 2025
છેલ્લા ઘણા સમયથી જીવન-મરણ સામે ઝઝૂમી રહેલા ઓડિયા સિંગર હ્યૂમન સાગરનું નિધન થઈ ગયું છે. સોમવારે સાંજે 34 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધનથી ઓડિયા ફિલ્મ અને મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ. જેનો અવાજ લાખો લોકોના દિલને સ્પર્શતો હતો તે હવે હંમેશા માટે ખામોશ થઈ ગયો છે. ડોક્ટરોના મતે હ્યૂમન સાગરનું મૃત્યુ મલ્ટી-ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમને કારણે થયું છે. તેમની ખરાબ તબિયતના કારણે તેમની છેલ્લા ત્રણ દિવસથી AIIMS ભુવનેશ્વરમાં સારવાર ચાલી રહી હતી. 14 નવેમ્બરના રોજ બપોરે લગભગ 1:10 વાગ્યે હ્યુમન સાગરને ગંભીર હાલતમાં AIIMS ભુવનેશ્વર લાવવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમને તાત્કાલિક મેડિકલ ICUમાં શિફ્ટ કરીને ચેકઅપ કર્યું. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેમના શરીરના ઘણા મહત્વપૂર્ણ અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેઓ એક્યુટ-ઓન-ક્રોનિક લિવર ફેલ્યોર, બાયલેટર ન્યુમોનિયા અને ડાયલેટેડ કાર્ડિયોમાયોપથી જેવી ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા હતા. તેમની હાલત ઝડપથી ખરાબ થતી ગઈ અને સોમવારે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા. આ દુ:ખદ સમાચારથી સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
બે દિવસ પહેલા જ્યારે તેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ અને તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. તેમણે લખ્યું કે આખું રાજ્ય તેમના માટે પ્રાર્થના કરી રહ્યું છે અને આશા છે કે તેઓ ઝડપથી સ્વસ્થ થઈને પોતાના પરિવાર અને સંગીતની દુનિયામાં પાછા ફરશે. પરંતુ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું.
બે દિવસ પહેલા જ્યારે તેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ અને તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. તેમણે લખ્યું કે આખું રાજ્ય તેમના માટે પ્રાર્થના કરી રહ્યું છે અને આશા છે કે તેઓ ઝડપથી સ્વસ્થ થઈને પોતાના પરિવાર અને સંગીતની દુનિયામાં પાછા ફરશે. પરંતુ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું.
Related Articles
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ:...
Apr 13, 2026
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય...
Apr 12, 2026
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
Trending NEWS
પર્યાવરણની સુરક્ષા માટે FSSAIનો મોટો નિર્ણય, પાન મ...
29 April, 2026
અમેરિકાનો વિરોધ નિષ્ફળ! UNમાં ઈરાનને મળી મોટી જવાબ...
28 April, 2026
સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય...
28 April, 2026
સુરત મનપામાં AAP-કોંગ્રેસના સૂપડાં સાફ, 120માંથી 1...
28 April, 2026
શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ ત...
28 April, 2026
મનપા અને નપાના પરિણામ : સુરતમાં 5 વર્ષે કોંગ્રેસનુ...
28 April, 2026
સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ભાજપને ફટકો: પક્ષપલટો ક...
28 April, 2026
રાજકોટ: મંત્રી ભાનુબેન બાબરીયાના ગઢમાં મોટો ઉલટફેર...
28 April, 2026
ગુજરાત પંચાયત ચૂંટણી : બગસરા અને હળવદમાં AAPની એન્...
28 April, 2026
મનપા અને નપાના પરિણામ : ભાજપને જંગલેશ્વરનું ડિમોલિ...
28 April, 2026