ફિલ્મ ડિરેક્ટર વિક્રમ ભટ્ટની મુંબઈથી ધરપકડ, 30 કરોડની છેતરપિંડીના કેસમાં કાર્યવાહી, જાણો સમગ્ર મામલો
December 08, 2025
ઉદયપુરના એક ડોક્ટરે આરોપ લગાવ્યો હતો કે ફિલ્મ ડિરેક્ટર વિક્રમ ભટ્ટે તેમને તેમની દિવંગત પત્ની આધારિત બાયોપિક બનાવવા સહિત ફિલ્મોના રોકાણ માટે 30 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે. ડિરેક્ટરે આ ફિલ્મોની રિલીઝ બાદ 200 કરોડ રૂપિયા કમાવાનો વાયદો કર્યો હતો. ત્યારે હવે આ મામલે ફિલ્મ ડિરેક્ટર વિક્રમ ભટ્ટની રાજસ્થાન પોલીસ અને મુંબઈ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ધરપકડ કરી છે. ડિરેક્ટરને તેમની સાળીના ઘર મુંબઈના યારી રોડ વિસ્તારમાં ગંગા ભવન એપાર્ટમેન્ટથી ઝડપી લેવાયા છે. હવે રાજસ્થાન પોલીસ તેમને પોતાની સાથે ઉદયપુર લઈ જવા માટે બાંદ્રા કોર્ટમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે અરજી કરશે. જણાવી દઈએ કે, 7 દિવસ પહેલા ઇન્દિરા ગ્રુપ ઓફ કંપનીઝના સંસ્થાપક ડૉ. અજય મુર્ડિયા પાસેથી 30 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપી ડિરેક્ટર વિક્રમ ભટ્ટ, તેમની પત્ની શ્વેતામ્બરી ભટ્ટ, એક સ્થાનિક વ્યક્તિ દિનેશ કટારિયા સહિત 6 આરોપીઓ વિરૂદ્ધ ઉદયપુર પોલીસે લુક આઉટ નોટિસ જારી કરી હતી. તમામ આરોપીઓને 8 ડિસેમ્બર સુધીમાં ઉદયપુર પોલીસ સમક્ષ હાજર થવા માટે પણ નોટિસ અપાઈ હતી. આ સિવાય તેમાંથી કોઈપણ આરોપી વગર મંજૂરીએ વિદેશ નહીં જઈ શકે. આ અગાઉ 8 નવેમ્બરે ભૂપાલપુરા પોલીસ સ્ટેશનમાં ફિલ્મ ડિરેક્ટર વિક્રમ ભટ્ટ સહિત 6 વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, વિક્રમ ભટ્ટ ગુજરાતી અને હિન્દી ફિલ્મોના ડિરેક્ટર છે. તેમણે 'રાઝ' જેવી અનેક ફિલ્મો બનાવી છે. જોકે, હાલ તેઓ છેતરપિંડીના કેસનો સામનો કરી રહ્યા છે.
Related Articles
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ:...
Apr 13, 2026
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય...
Apr 12, 2026
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
Trending NEWS
અમેરિકાનો વિરોધ નિષ્ફળ! UNમાં ઈરાનને મળી મોટી જવાબ...
28 April, 2026
સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય...
28 April, 2026
સુરત મનપામાં AAP-કોંગ્રેસના સૂપડાં સાફ, 120માંથી 1...
28 April, 2026
શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ ત...
28 April, 2026
મનપા અને નપાના પરિણામ : સુરતમાં 5 વર્ષે કોંગ્રેસનુ...
28 April, 2026
સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ભાજપને ફટકો: પક્ષપલટો ક...
28 April, 2026
રાજકોટ: મંત્રી ભાનુબેન બાબરીયાના ગઢમાં મોટો ઉલટફેર...
28 April, 2026
ગુજરાત પંચાયત ચૂંટણી : બગસરા અને હળવદમાં AAPની એન્...
28 April, 2026
મનપા અને નપાના પરિણામ : ભાજપને જંગલેશ્વરનું ડિમોલિ...
28 April, 2026
સુરતના વેસુમાં લિફ્ટમાં 11 લોકો ફસાયા, ઓવરવેટને કા...
27 April, 2026