મથુરામાં રિફાઈનરીમાં વિસ્ફોટ બાદ આગ, 10 કર્મચારીઓ દાઝી ગયા
November 13, 2024
ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં મંગળવારે રાત્રે એક મોટો બ્લાસ્ટ થવાની ઘટના બની છે. મથુરાની રિફાઈનરીમાં બ્લાસ્ટના કારણે ભીષણ આગ લાગી છે. આગમાં રિફાઈનરીમાં કામ કરતા 10 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા છે.
જો કે ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલમાં ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી છે. ગંભીર રીતે દાઝી ગયેલા કર્મચારીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 3 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેમને વધુ સારવાર માટે દિલ્હી રિફર કરવામાં આવ્યા છે.
રાત્રે લગભગ 8 વાગ્યે રિફાઈનરીના એબીયુ પ્લાન્ટમાં શટડાઉન થયા બાદ સ્ટાર્ટઅપ એક્ટિવિટી ચાલી રહી હતી ત્યારે આ આગનો બનાવ બન્યો છે. આ દરમિયાન ફર્નિશ ફાટવાને કારણે પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. આગના કારણે સ્થળ પર કામ કરી રહેલા 10 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા છે. ત્યારે ઈજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે મથુરાના ઉચ્ચ કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે.
Related Articles
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબ...
Jul 22, 2026
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તા...
Jul 22, 2026
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ...
Jul 22, 2026
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધિકારીઓ પર આજે નિર્ણય : ચંપત રાયના ઉત્તરાધિકારી સહિત CEOના નામ પર સસ્પેન્સ
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધ...
Jul 22, 2026
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ના મોત, PM મોદી-અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી, મૃત્યુઆંક વધવાની આશંકા
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ન...
Jul 22, 2026
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી યાત્રા સળંગ ત્રીજા દિવસે સ્થગિત : શ્રદ્ધાળુઓ કટરામાં ફસાયા, બાણગંગાથી જ પરત ફર્યા
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી...
Jul 22, 2026
Trending NEWS
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
21 July, 2026
21 July, 2026
20 July, 2026
20 July, 2026