Breaking News :
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસનો ધમધમાટ: દિલ્હી-હરિયાણા સહિત 5 રાજ્યોમાં દરોડા, SMCની 16 ટીમો મેદાને પટનામાં વિદ્યાર્થી આંદોલન 12મા દિવસે : ગાંધી મેદાનથી CM આવાસ સુધી માર્ચ, 14 સંગઠનો અને RJDનું સમર્થન બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મેચ ફિક્સિંગથી બચાવવા પસંદગીકારોને નવી જવાબદારી સોંપી શોપિયાંમાં નાકા ચેકિંગ દરમિયાન 2 હેન્ડ ગ્રેનેડ, હિઝબુલના 5 પોસ્ટરો મળ્યા, 3 શંકાસ્પદોની ધરપકડ નવી દિલ્હીમાં જાપાની રોકાણકારો સાથે બેઠક, ગોયલે ભારતની 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની યોજનાની જાણકારી આપી રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જંક ફૂડ પર પ્રતિબંધ, અધિકારીઓને માસિક નિરીક્ષણની જવાબદારી

ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને ગંભીર ઇજા : બાજુનાં ઘરો ખાલી કરાયા

May 06, 2026

લી.યુ.યાંગ (મધ્ય ચીન) : મધ્ય ચીનના હુનાન પ્રાંત સ્થિત લી-યુ-યાંગ નામક શહેરમાં મંગળવારે એક ફટાકડા ફેકટરીમાં અચાનક વિસ્ફોટ થતાં ૨૧ જણના સ્થળ ઉપર જ મૃત્યુ થયા છે. જયારે ૬૦થી વધુને ગંભીર દાહ થયા છે. આ પ્રચંડ તડાફડી પછી ૫૦૦ જેટલા બચાવ કર્મીઓને બચાવ માટે કાર્યરત કરી દેવાયા છે અને આ ફેકટરીની આજુબાજુ રહેલા મકાનોના રહેવાસીઓને પણ ઘરો ખાલી કરી સલામત સ્થળે પહોંચી જવા તાકીદ કરવામાં આવી છે. મધ્ય ચીન સ્થિત આ લી-યુ-યાંગ શહેરમાં આવેલી આ હ્યુ-યા-શેંગ ફાયર વર્કસ મેન્યુફેકચરીંગ એન્ડ ડીસપ્લે કંપની ફટાકડા બનાવનાર મોટી કંપનીઓ પૈકીની એક છે. તેના ગોડાઉનના બે ખંડોમાં અત્યારે ફટાકડા બનાવવા માટેનો કાચો-દારૂગોળો પડેલો છે. પરંતુ સદનસીબે તે ખંડો સુધી આગ પ્રસરી ન હતી. આ માહિતી આપતા ચીનની સત્તાવાર સરકારી સમાચાર સંસ્થા શીન-હુઆ જણાવે છે કે, આ વિસ્ફોટ પછી ધૂમાડાના ગોટા ઉડતા દૂર દૂર સુધી દેખાતા હતા. ધડાકો એટલો પ્રચંડ હતો કે આજુબાજુનાં ગામોનાં મકાનોનાં બારી-બારણાનાં કાચ પણ તૂટી ગયા હતા.