Breaking News :
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ 11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા UPSC પરીક્ષાની પસંદગી યાદીમાં મોટા ફેરફારની તૈયારી

બિહાર બંધના એલાન બાદ પટણામાં આગચંપી અને તોડફોડ, પપ્પુ યાદવની ધરપકડ

January 12, 2025

પૂર્ણિયા : બિહારના પૂર્ણિયામાંથી અપક્ષ સાંસદ પપ્પુ યાદવે BPSC ઉમેદવારોના સમર્થનમાં બિહાર બંધનું એલાન કર્યું છે. તેમના સમર્થકો વિદ્યાર્થીઓ સાથે મળી બિહારમાં અલગ-અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જો કે, બાદમાં પોલીસે પપ્પુ યાદવને કસ્ટડીમાં લીધા હતાં આ દેખાવોમાં અનેક જગ્યાએથી આગચંપીના અહેવાલો મળ્યા છે. વિદ્યાર્થીઓ સાથે તેમના સમર્થકોએ અશોક રાજપથ પર ટાયર્સ સળગાવ્યા હતા. પપ્પુ યાદવ BPSC ઉમેદવારોના સમર્થનમાં પરીક્ષા રદ કરવાની અને તેને ફરીથી યોજવાની માંગ કરી રહ્યા છે. પપ્પુ યાદવ સહિત ઘણા વિદ્યાર્થીઓ અને તેમના સમર્થકોની અટકાયત કરવામાં આવી છે. 'બિહાર બંધ' અંગે પપ્પુએ જણાવ્યું હતું કે, 'સરકારનું રામ રામ સત્ય કરવાનું છે. જે લોકો વિદ્યાર્થી વિરોધી છે. તેમનું રામ-રામ સત્ય છે. બિહારની જનતા અને વિદ્યાર્થી રસ્તા પર છે. દરેક લોકો બિહાર બંધને સમર્થન આપી રહ્યા છે.'
પ્રશાંત કિશોર પર આકરા પ્રહારો કરતાં પપ્પુ યાદવે કહ્યું કે, 'ચોર મચાયે શોર... પ્રશાંત કિશોર ભાજપનો સૌથી મોટો દલાલ છે.' ઉલ્લેખનીય છે, પ્રશાંત કિશોરે પણ આ મુદ્દે આમરણ ઉપવાસ કર્યા હતા. તેમની અટકાયત કરવામાં આવી હતી. કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેમની તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને મેદાંતામાં પણ ભરતી કરવામાં આવી હતી. જો કે, હવે તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.