અનુમાન ખોટા સાબિત થયા, સંકટ વચ્ચે Q4માં ભારતનો GDP ગ્રોથ રેટ 7.8 ટકા
June 05, 2026
ક્વાર્ટર-4માં ધારણા કરતાં પણ વધુ GDP વિકાસ દર
દિલ્હી ઃ આખી દુનિયા રશિયા-યુક્રેન કે મિડલ ઈસ્ટના તણાવ, કાચા તેલના ભડકે બળતા ભાવ અને આર્થિક મંદીના ડરથી ધ્રૂજી રહી છે, ત્યારે ભારતીય અર્થતંત્રે તમામ આશંકાઓને ફગાવીને એક એવી મજબૂતી બતાવી છે, જેણે મોટા-મોટા આર્થિક નિષ્ણાતોને પણ વિચારતા કરી દીધા છે.
સરકાર દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ક્વાર્ટરમાં (જાન્યુઆરીથી માર્ચ 2026) ભારતનો જીડીપી ગ્રોથ રેટ 7.8% નોંધાયો છે. આ આંકડો એટલા માટે આશ્ચર્યજનક છે કારણ કે દેશ-વિદેશના મોટાભાગના અર્થશાસ્ત્રીઓ આ ક્વાર્ટરમાં આટલા મોટા ઉછાળાની આશા નહોતા રાખતા. મોટા ભાગની રેટિંગ એજન્સીઓ તથા આર્થિક નિષ્ણાતોએ 7થી 7.2 ટકા સુધી GDP વિકાસ દર રહેવાની આશા વ્યક્ત કરી હતી. જોકે આ આ તમામ અનુમાન ખોટા સાબિત થયા છે. ભારતનું આખા નાણાકીય વર્ષ(FY26)નું પરિણામ પણ અદ્ભુત રહ્યું છે. જો સમગ્ર નાણાકીય વર્ષ 2025-26ની વાત કરીએ તો ભારતનો રિયલ જીડીપી ગ્રોથ રેટ 7.7% રહ્યો છે. ગત નાણાકીય વર્ષ 2024-25(FY25)માં આ ગ્રોથ રેટ 7.1% હતો, જે દર્શાવે છે કે ભારતની સ્પીડ ઘટી નથી પરંતુ સતત વધી રહી છે. આ આંકડા સાથે જ ભારતે દુનિયાના સૌથી ઝડપથી વિકસતા મોટા અર્થતંત્રોમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરી લીધું છે.
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026