પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, 38 વર્ષની ઉંમરે બન્યો નંબર 1 બેટર, ગિલને પાછળ છોડ્યો

October 29, 2025

ICCએ રેન્કિંગ અપડેટ કરતાં, રોહિત શર્માએ વિશ્વના નવા નંબર-1 ODI બેટરનું સ્થાન મેળવ્યું છે. અગાઉ આ સ્થાન પર રહેલા શુભમન ગિલ હવે ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. રોહિતે ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરિઝમાં કરેલા શાનદાર પ્રદર્શનને કારણે આ ફેરફાર થયો છે. આ પ્રદર્શનમાં બીજી વન-ડેમાં 73 રનની ફિફ્ટી અને ત્રીજી મેચમાં 121 રનની અણનમ ઇનિંગ્સ સામેલ છે. તેના આ પ્રદર્શન માટે તેને ત્રીજી મેચના અને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

ICCએ બુધવાર, 29 ઓક્ટોબરના રોજ પોતાની રેન્કિંગ અપડેટ કરી છે. આ અપડેટમાં, રોહિત શર્મા 781 રેટિંગ પોઈન્ટ સાથે 2 સ્થાનની છલાંગ લગાવીને ODI બેટરની લિસ્ટમાં નંબર-1 પર આવી ગયો છે. આ સાથે, 745 રેટિંગ ધરાવતો શુભમન ગિલ હવે ત્રીજા નંબર પર પહોંચી ગયો છે, જ્યારે અફઘાનિસ્તાનનો ઈબ્રાહિમ ઝાદરાન 764 રેટિંગ સાથે બીજા સ્થાન પર છે.