હરિદ્વારમાં વર્તમાન ધારાસભ્યની ઓફિસ પર પૂર્વ ધારાસભ્યનું ફાયરિંગ

January 27, 2025

ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના ખાનપુર વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે ગેંગ વોરનું વાતાવરણ ઉભું થયું છે. ખાનપુરના ધારાસભ્ય ઉમેશ કુમારના કાર્યાલય પર 3 વાહનોમાં આવેલા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો છે. ધોળા દિવસે ગોળીબારીથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો અને હાલમાં ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ખાનપુરના ભૂતપૂર્વ ભાજપ ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન અને તેમના સમર્થકોએ વર્તમાન ધારાસભ્ય ઉમેશ કુમારના કાર્યાલય પર ગોળીબાર કર્યો છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર વર્તમાન ધારાસભ્ય ઉમેશ કુમાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન વચ્ચે વાક્ય યુદ્ધ ચાલી રહ્યું હતું.