Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે નિધન

January 06, 2026

ભૂતપૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે અવસાન થયું છે. તેમનું નિધન મહારાષ્ટ્રના પુણેમાં થયું છે. તેમના અંતિમ સંસ્કાર સાંજે થશે. મહારાષ્ટ્રના પુણેના ભૂતપૂર્વ સાંસદ અને રેલવે મંત્રાલયના ભૂતપૂર્વ રાજ્યમંત્રી સુરેશ કલમાડીએ 6 જાન્યુઆરી, મંગળવારના રોજ સવારે 03.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. 

તેઓ ઘણા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના નશ્વર દેહને પુણેના એરંડવાને સ્થિત કલમાડી હાઉસ ખાતે બપોરે 02.00વાગ્યા સુધી દર્શન માટે રાખવામાં આવશે. અંતિમ સંસ્કાર પુણેના નવી પેઠ સ્થિત વૈકુંઠ સ્મશાનગૃહમાં થશે.