પુષ્પા-ટૂના ટ્રેલર રીલિઝ થયાના કલાકામાં જ ચાર કરોડ વ્યૂ
November 19, 2024
મુંબઇ : અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'પુષ્પા, ધી રુલ'નું ટ્રેલર પટણામાં લાખોની ભીડ વચ્ચે રીલિઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર સોશિયલ મીડિયા પર અપલોડ થયાના ગણતરીના કલાકોમાં જ ચાર કરોડથી વધારે વ્યૂ મળતાં રેકોર્ડ સર્જાયો હતો. જોકે, આ ટ્રેલરના મિશ્ર પ્રત્યાઘાતો મળી રહ્યા છે. કેટલાક લોકોએ ટ્રેલરને બહુ વખાણ્યું છે જ્યારે કેટલાકને તે યશની 'કેજીએફ' સીરિઝની ફિલ્મોની સસ્તી કોપી જેવું લાગ્યું છે. ફિલ્મના પહેલા ભાગને હિંદી બેલ્ટમાં પણ અભૂતપૂર્વ સફળતા મળી હતી. તેના કારણે બીજા ભાગ માટે હિંદી ઓડિયન્સને ખાસ ધ્યાને રાખવામાં આવ્યું છે. આથી માર્કેટિંગ સ્ટ્રેટેજીના ભાગરુપે ફિલ્મનું ટ્રેલર પટણામાં રીલિઝ કરાયું હતું. આ વખતે અલ્લુ અર્જુન સહિતના કલાકારો ઉપરાંત ભોજપુરી એકટ્રેસ અક્ષરા સિંહ પણ હાજર રહી હતી. કલાકારોને જોવા માટે બે લાખથી પણ વધુ લોકો ઉમટી પડયા હતા. એક તબક્કે ભીડ બેકાબુ બની હતી અને લોકોએ સ્ટેજ પર જવા ધસારો કર્યો હતો. આથી પોલીસે ભીડને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડયો હતો. ફિલ્મ આગામી પાંચમી ડિસેમ્બરે રીલિઝ થવાની છે. ટ્રેડ સમીક્ષકોના અંદાજ અનુસાર ટ્રેલરને મળી રહેલા વ્યૂ જોતાં ફિલ્મ બોક્સ ઓફિસ ઓપનિંગમાં પણ નવા રેકોર્ડ તોડી શકે છે.
Related Articles
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ:...
Apr 13, 2026
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય...
Apr 12, 2026
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
Trending NEWS
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: Cha...
30 April, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન...
30 April, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 2...
30 April, 2026