Breaking News :
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

ફ્રાન્સ પ્રમુખ મેક્રોંએ પીએમ મોદીનું અપમાન કર્યું! સૌની વચ્ચે હાથ જ ન મિલાવ્યા

February 12, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદી AI ઍક્શન સમિટમાં સામેલ થવા માટે ફ્રાન્સ પહોંચ્યા હતા. ત્યાં તેમણે સમિટને સંબોધી પણ હતી. જોકે આ દરમિયાન એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે AI ઍક્શન સમિટ શરુ થઈ તે પહેલાંનો છે, જેમાં ફ્રાન્સના પ્રમુખ મેક્રોં વિવિધ દેશોના મહેમાનો અને દિગ્ગજો સાથે હાથ મિલાવીને તેમનું અભિવાદન કરી રહ્યા હતા. જોકે આ દરમિયાન પીએમ મોદી સાથે એક વિચિત્ર ઘટના બની જે કેમેરામાં કેદ થઈ ગઈ.  આમ તો એવા અનેક વીડિયો છે જેમાં પીએમ મોદી અને ફ્રાન્સ પ્રમુખ મેક્રોં એકબીજાની સાથે દેખાઈ રહ્યા છે અને ગળે ભેટતાં પણ દેખાઈ રહ્યા છે. જોકે એક વીડિયો એવો સામે આવ્યો છે જેમાં મેક્રોં અન્ય કેટલાક દેશો અને યુએનના મહાસચિવ સાથે હાથ મિલાવતા દેખાય છે પણ આ દરમિયાન જ પીએમ મોદી જે તેમની તરફ હાથ મિલાવવા હાથ આગળ કરે છે ત્યારે તેમના પર મેક્રોં ધ્યાન જ નથી આપતા અને અન્ય લોકો સાથે હાથ મિલાવીને આગળ નીકળી જાય છે. આ ઘટનાને પીએમ મોદી અને ભારતીયોનું અપમાન માનવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ અનેક લોકો આ મામલે પ્રતિક્રિયા આપીને તેને ભારતીયોનું પણ અપમાન ગણાવી ફ્રાન્સના પ્રમુખની ટીકા કરવા લાગ્યા છે.