શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી
July 22, 2026
આ સપ્તાહની શરૂઆતથી જ શેરબજારમાં સતત મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી રોજેરોજ તૂટી રહ્યા છે, જેમાં બુધવારે પણ સેન્સેક્સ 600 પોઈન્ટ અને નિફ્ટી 180 પોઈન્ટથી વધુ ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. સતત ત્રીજા દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ, કોમોડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જેમાં MCX પર ચાંદીની કિંમત માત્ર 3 જ દિવસમાં પ્રતિ કિલો ₹10,000 કરતાં પણ વધી ગઈ છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી તેમાં તેજી જોવા મળી રહી છે. 4 સપ્ટેમ્બરના વાયદાવાળી ચાંદી અગાઉના દિવસે ₹2,23,779 પર બંધ થઈ હતી, જે બુધવારે બજાર ખુલતાની સાથે જ ₹2,26,892 પર પહોંચી ગઈ હતી.
જો છેલ્લા 3 દિવસની તેજીની વાત કરીએ તો, ગયા અઠવાડિયાના છેલ્લા દિવસે 1 કિલો ચાંદીનો ભાવ ₹2,16,403 પર બંધ થયો હતો. ત્યાંથી અત્યાર સુધીમાં ચાંદી પ્રતિ કિલો ₹10,489 જેટલી મોંઘી થઈ ગઈ છે.
માત્ર ચાંદી જ નહીં, પરંતુ સોનાના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં MCX પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,40,906થી વધીને ₹1,44,883 પર પહોંચી ગયો છે. આ હિસાબે 10 ગ્રામ (24 કેરેટ) સોનાના ભાવમાં ₹3,977નો વધારો થયો છે. અગાઉના કારોબારી દિવસે 5 ઓગસ્ટના વાયદાવાળું સોનું ₹1,41,388 પર બંધ થયું હતું.
સોના-ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં, બંને કિંમતી ધાતુઓ તેમના ઓલ-ટાઇમ હાઇ સ્તરથી હજુ પણ ઘણી સસ્તા ભાવે મળી રહી છે. વાયદા બજારમાં ચાંદીની કિંમત જાન્યુઆરી મહિનાના અંતમાં ₹4,20,048ના સ્તરે પહોંચી હતી, જેની સરખામણીએ ચાંદી હજુ પણ પ્રતિ કિલો ₹1,93,156 સસ્તી મળી રહી છે. બીજી તરફ, સોનું તેના ₹2 લાખ પારના ઓલ-ટાઇમ હાઇ સ્તરથી હાલમાં પ્રતિ 10 ગ્રામ ₹50,000થી વધુ સસ્તું ઉપલબ્ધ છે.
Related Articles
કરવા ચોથના તહેવારે સોના-ચાંદીના ભાવમાં કડાકો: ચાંદીમાં રૂ.4700 અને સોનામાં રૂ.700નો ઘટાડો
કરવા ચોથના તહેવારે સોના-ચાંદીના ભાવમાં ક...
Oct 29, 2026
શેરબજારમાં ફરી કડાકો, સેન્સેક્સમાં 705 તો નિફ્ટીમાં 175 પોઈન્ટનું ગાબડું, જિયોના IPO નું બમ્પર લિસ્ટિંગ
શેરબજારમાં ફરી કડાકો, સેન્સેક્સમાં 705 ત...
Oct 28, 2026
ચાંદીનો પરપોટો ફૂટ્યો! ઓલટાઇમ હાઇથી રૂ.2.26 લાખ સસ્તી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો
ચાંદીનો પરપોટો ફૂટ્યો! ઓલટાઇમ હાઇથી રૂ.2...
Oct 27, 2026
તહેવારની સિઝનમાં વાયદા બજારમાં કડાકો, સોનું ₹400 તો ચાંદી ₹1700થી વધુ ગબડી
તહેવારની સિઝનમાં વાયદા બજારમાં કડાકો, સો...
Oct 21, 2026
ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સમાં 900 તો નિફ્ટીમાં 260થી વધુ પોઇન્ટની તેજી
ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્...
Oct 15, 2026
શેર બજારમાં તેજીનો 'રાસ'! સેન્સેક્સ આજે 1100 અંક ચઢી 73 હજારને પાર, રોકાણકારોને 4 કારણોસર 4 લાખ કરોડની કમાણી
શેર બજારમાં તેજીનો 'રાસ'! સેન્સેક્સ આજે...
Oct 13, 2026
Trending NEWS
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026