સોનું ફરી મોંઘું, ચાંદી 2.18 લાખને વટાવી ગઈ
August 03, 2026
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પ્રસ્તાવિત હુમલા હાલ પૂરતા ટાળી દીધા બાદ અને બંને દેશો વચ્ચે નવી વાટાઘાટો શરૂ થવાની આશા જાગતા સોમવાર, 3 ઓગસ્ટના રોજ ભારતના રિટેલ બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે. વૈશ્વિક કૂટનીતિક તણાવ ઓછો થવાના સંકેતો વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં કડાકો બોલાયો હતો, પરંતુ તેની સામે સ્થાનિક બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં મજબૂતી જોવા મળી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પ્રસ્તાવિત સૈન્ય હુમલા હાલ પૂરતા ટાળી દીધા છે અને બંને દેશો વચ્ચે રાજદ્વારી વાટાઘાટોનો નવો તબક્કો શરૂ થઈ રહ્યો છે. આ જાહેરાતને પગલે એશિયન બજારોમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો કડાકો જોવા મળ્યો હતો, જેમાં વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ (WTI) ક્રૂડ 4.5% ઘટીને પ્રતિ બેરલ 80.89 ડોલર અને બ્રિન્ટ ક્રૂડ 4.4% ઘટીને પ્રતિ બેરલ 84.10 ડોલર પર પહોંચી ગયું હતું.
આંતરરાષ્ટ્રીય ઘડામણો વચ્ચે વાયદા બજાર (MCX) પર સોમવારે સવારે 9:13 વાગ્યા આસપાસ સોનાનો ભાવ 0.15%ના વધારા સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,43,640 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદીનો વાયદો 0.27% વધીને પ્રતિ કિલો રૂ. 2,18,750ના મજબૂત સ્તરે પહોંચી ગયો હતો.
સામાન્ય રીતે દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનાનો વધુ ઉપયોગ થાય છે કારણ કે તે 24 કેરેટ કરતાં વધુ મજબૂત હોય છે. દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું રૂ. 1,43,150 અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,31,221 અને ચાંદી રૂ. 2,18,150 પ્રતિ કિલો નોંધાયો છે. જ્યારે મુંબઈમાં 24 કેરેટ સોનું રૂ. 1,43,400 અને 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂ. 1,31,450 અને ચાંદીનો ભાવ રૂ. 2,18,530 પ્રતિ કિલો રહ્યો છે.
Related Articles
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ...
Sep 02, 2026
સોનું 4,000 અને ચાંદી 9,000 રૂપિયા સસ્તી થઈ! યુએસ ફેડરલ રિઝર્વના આ એક નિવેદનથી બજાર ધ્રૂજ્યું
સોનું 4,000 અને ચાંદી 9,000 રૂપિયા સસ્તી...
Aug 29, 2026
સોનામાં ₹4200 તો ચાંદીમાં ₹6100થી વધુની ઉથલપાથલ
સોનામાં ₹4200 તો ચાંદીમાં ₹6100થી વધુની...
Aug 27, 2026
Trending NEWS
11 September, 2026
11 September, 2026
10 September, 2026
10 September, 2026
09 September, 2026
09 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026
08 September, 2026