સીઝફાયરની જાહેરાત બાદ સોના-ચાંદીમાં તોફાની તેજી, ચાંદી એક જ દિવસમાં ₹11,800 ઉછળી
April 08, 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના સીઝફાયર (યુદ્ધવિરામ) ના સમાચારની અસર હવે ભારતીય વાયદા બજાર (MCX) પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી જોવા મળી છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં આજે તોતિંગ ઉછાળો નોંધાયો છે, જે રોકાણકારો માટે આશ્ચર્યજનક રહ્યો છે.
ચાંદીમાં ₹11,000 થી વધુની તેજી
આંકડા મુજબ, ચાંદીનો ગત બંધ ભાવ (Prev. Close) ₹2,31,348 હતો. આજે બજાર ખુલતા જ તે ₹2,40,601 (Open) ના સ્તર પર ખૂલી હતી. સમાચાર લખવા સુધીમાં ચાંદીએ ₹2,44,770 ની હાઈ સપાટી વટાવી છે. હાલમાં ચાંદી ₹2,43,205 પર ટ્રેડ થઈ રહી છે, જે ગઈકાલની સરખામણીએ ₹11,857 (+5.13%) નો ધરખમ વધારો દર્શાવે છે.
સોનાના ભાવમાં પણ આજે નોંધપાત્ર તેજી જોવા મળી છે. સોનાનો ગત બંધ ભાવ ₹1,50,289 હતો, જે આજે વધીને ₹1,53,550 પર ખૂલ્યો હતો. દિવસ દરમિયાન સોનાએ ₹1,53,944 ની ઊંચી સપાટી બનાવી છે. હાલમાં સોનું ₹1,53,382 પર ટ્રેડ કરી રહ્યું છે, જે ₹3,093 (+2.06%) નો ઉછાળો સૂચવે છે.
સીઝફાયરની સીધી અસર
બજારના નિષ્ણાતો માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બે સપ્તાહ માટે હુમલા સ્થગિત કરવાની જાહેરાત અને ઈરાન દ્વારા હોર્મુઝ સામુદ્રધુની ખોલવાની તૈયારીને કારણે બજારમાં નવી લેવાલી નીકળી છે. યુદ્ધની અનિશ્ચિતતા ઘટતા અને આર્થિક ગતિવિધિઓ ફરી શરૂ થવાની આશાએ કિંમતી ધાતુઓના ભાવમાં આ અચાનક તેજી જોવા મળી છે.
Related Articles
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 2700 પોઇન્ટ ગગડ્યો
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક...
Sep 29, 2026
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ...
Sep 02, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026