બિહારમાં સરકાર ગઠનની કવાયત : મંત્રીપદ મુદ્દે ભાજપ-JDUમાં સહમતી
November 16, 2025
આગામી ત્રણ ચાર દિવસમાં યોજાઈ શકે છે શપથવિધિ
પટણા ઃ બિહાર વિધાનસભામાં ભવ્ય વિજય બાદ હવે NDAમાં સરકાર ગઠનને લઈને કવાયત તેજ થઈ ગઈ છે. સૂત્રો અનુસાર NDAમાં મંત્રીમંડળને લઈને સહમતી લગભગ થઈ ગઈ છે. જેમાં JDUમાંથી 14, ભારતીય જનતા પાર્ટીમાંથી 15થી 16, લોક જનશક્તિ પાર્ટી રામવિલાસમાંથી 3 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવી શકે છે. જ્યારે જિતનરામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીના એક એક નેતાને મંત્રીપદ અપાઈ શકે છે.
બીજી તરફ નીતિશ કુમારના નિવાસસ્થાને પણ નવી સરકાર મુદ્દે એક બાદ એક બેઠકોનો દોર ચાલુ છે. કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાય મુખ્યમંત્રી નીતિશ કુમારને મળવા પહોંચ્યા. મંત્રી વિજેન્દ્ર યાદવે પણ નીતિશ કુમાર સાથે મુલાકાત કરી. અગાઉ ચિરાગ પાસવાન પણ નીતિશ કુમારને મળવા પહોંચ્યા હતા. સૂત્રો અનુસાર ત્રણ-ચાર દિવસમાં નવી સરકારની શપથવિધિ યોજાઈ શકે છે. જોકે તે પહેલા ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઈટેડ દ્વારા ધારાસભ્ય દળની બેઠક કરાશે. જે બાદ NDAના તમામ ધારાસભ્યોની પણ એક બેઠક યોજાશે. આ બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.
નોંધનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને પ્રચંડ બહુમતી મળી છે. 243 વિધાનસભા બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીને 89, જેડીયુને 85, LJP રામવિલાસને 19, HAMને 5, RLMને 4 બેઠકો પર જીત હાંસલ થઈ. આમ NDAએ ત્રણ ચતુર્થાંશ બહુમતી મળી. વિધાનસભા ચૂંટણીમાં બીજી વખત NDAએ 200નો આંકડો પાર કર્યો. અગાઉ 2010માં પણ NDAએ 206 બેઠકો મળી હતી.
Related Articles
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલા...
Oct 09, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગર...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026