મહાગઠબંધનને 50 બેઠકના ફાંફા, NDA 195 પર લીડ સાથે ડબલ સેન્ચુરી નજીક

November 14, 2025

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે 6 નવેમ્બર (પહેલા તબક્કા) અને 11 નવેમ્બર (બીજા તબક્કા) નું મતદાન થયું હતું. આ વખતે બિહારમાં મતદાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા. બંને તબક્કાનું મળીને સરેરાશ 67.13 ટકા મતદાન થયું હતું. ત્યારે હવે આજે (14 નવેમ્બર) બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું .

મહાગઠબંધનને 50 બેઠક જીતવાના ફાંફા, NDA 195 પર લીડ સાથે ડબલ સેન્ચુરી નજીક 

મહાગઠબંધન માટે શરમજનક હાર સાબિત કરતાં પરિણામ આવી રહ્યા છે. હાલમાં મહાગઠબંધનના સાથીઓ આરજેડી અને કોંગ્રસને સાથે મળીને 50 બેઠક જીતવાના પણ ફાંફા થઇ રહ્યા છે. આરજેડી હાલમાં 32 અને કોંગ્રેસ 4 બેઠક પર લીડમાં છે. જ્યારે ભાજપ 89 અને જેડીયુ 79 બેઠક પર લીડમાં છે. એલજેપીએ પણ દમ બતાવતા કોંગ્રેસ કરતા વધારે 21 બેઠક પર લીડ મેળવી લીધી છે. 

 

છઠ્ઠા રાઉન્ડની મતગણતરી બાદ બિહારમાં આરજેડીના લીડર અને મહાગઠબંધનના સીએમ પદના ઉમેદવાર તેજસ્વી યાદવ માટે રાહતના સમાચાર એ આવ્યા છે કે તેઓ ફરી એકવાર લીડ મેળવી રહ્યા છે. તેજસ્વી યાદવ માત્ર 200 વોટની સરસાઈથી આગળ છે. જોકે આ ચૂંટણીમાં અત્યાર સુધીની સ્થિતિ જોતા તેમની પાર્ટી પણ ભૂંડી હાર તરફ આગળ વધી રીહ છે. અત્યાર સુધી એનડીએના ખાતામાં 191 બેઠકો આવતી દેખાય છે જેમાં ભાજપ 85, જેડીયુ 77, એલજેપી 21 અને એનડીએના અન્ય પક્ષોના ખાતામાં 7 બેઠક આવતી દેખાય છે. જ્યારે મહાગઠબંધનમાં આરજેડીના ખાતામાં 33, કોંગ્રેસના ખાતામાં 5 અને વીઆઈપી શૂન્ય તથા અન્યોના ખાતામાં 9 બેઠક આવતી દેખાય છે. બીજી બાજુ અપક્ષ તરફથી 5 બેઠકો પર લીડ જણાવાઈ રહી