21 ઓગસ્ટે દિલ્હીના જંતર મંતર પર અનામત હટાઓ આંદોલન, NEET આપી ચૂકેલા હર્ષ દુબેએ પરવાનગી માંગતાં મંજૂરી મળી
August 05, 2026
મેડિકલ કોલેજમાં પ્રવેશ માટેની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અન્ડરગ્રેજ્યુએટ ત્રણ વાર આપી ચૂકેલા હર્ષ દુબેએ જંતર મંતર પર ક્વોટા સિસ્ટમમાં સુધારાની માંગણી સાથે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી માંગી હતી, જેને મંજૂરી આપી દેવામાં આવી છે. અનામત હટાઓ આંદોલન અને આર્થિક આધાર પર અનામત લાગુ કરવાની માંગણી માટે 21 ઓગસ્ટે સવારે 10 વાગ્યે દિલ્હીના જંતર મંતર પર એક વિશાળ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જેનું આયોજન વિદ્યાર્થી નેતાઓ હર્ષ દુબે અને ઠાકુર શિવમ સિંહની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
તેમની માંગણી અનામત પ્રણાલીમાં ફેરફાર કરવામાં આવે અને ફક્ત આર્થિક આધાર પર અનામત લાગુ કરવામાં આવે એવી છે. એક પત્રમાં હર્ષ દુબેએ કહ્યું હતું કે અમારો વિરોધ અનામતનો નથી પરંતુ ખરા ગરીબ અને લાયક વિદ્યાર્થીઓ સુધી લાભ પહોંચે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ છે.
અગાઉ તેણે ક્વોટા સિસ્ટમની ટીકા કરતા કહ્યું હતું કે જે વિદ્યાર્થી માઈનસ 40 માર્ક મેળવે તેની પાસે સારવાર કરાવવા માટે કોણ જશે. પરમિશન મળ્યા બાદ વિડિયો મેસેજમાં હર્ષ દુબેએ કહ્યું હતું કે આંદોલન માટે પરવાનગી મળી ગઈ છે, હવે 21 ઓગસ્ટે આપણે મોટી સંખ્યામાં જંતર મંતર પર એકઠા થઈએ અને સરકાર સુધી આપણી વાત પહોંચાડીએ.
Related Articles
કંગનાના સૂર બદલાયા! ભાગવતની ટકોર બાદ હવે કહ્યું- Gen Z તો રાષ્ટ્ર ધરોહર
કંગનાના સૂર બદલાયા! ભાગવતની ટકોર બાદ હવે...
Aug 07, 2026
'અમેરિકા પણ વિદેશી ફંડિંગનું નિયમન કરે છે', FCRA મુદ્દે ભારતનો અમેરિકાને જડબાતોડ જવાબ
'અમેરિકા પણ વિદેશી ફંડિંગનું નિયમન કરે છ...
Aug 07, 2026
મિથુન ચક્રવર્તી હોસ્પિટલમાં દાખલ, કોલકાતામાં થઈ સર્જરી
મિથુન ચક્રવર્તી હોસ્પિટલમાં દાખલ, કોલકાત...
Aug 07, 2026
દિલ્હીમાં મોટું થવાના એંધાણ: કોંગ્રેસના સાંસદો માટે વ્હીપ જાહેર
દિલ્હીમાં મોટું થવાના એંધાણ: કોંગ્રેસના...
Aug 07, 2026
દેશભરમાં ચોમાસું પૂરજોશમાં : ઉત્તરથી દક્ષિણ સુધીના 15થી વધુ રાજ્યોમાં આકાશી આફતનું એલર્ટ
દેશભરમાં ચોમાસું પૂરજોશમાં : ઉત્તરથી દક્...
Aug 07, 2026
થાઈલેન્ડથી દિલ્હી આવતી ફ્લાઇટમાં ટર્બ્યુલન્સ, અનેક તિરાડો પડી, 15થી 20 મુસાફરો ઘાયલ
થાઈલેન્ડથી દિલ્હી આવતી ફ્લાઇટમાં ટર્બ્યુ...
Aug 05, 2026
Trending NEWS
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026