સાબરકાંઠામાં શિક્ષક બન્યો હેવાન, 10મા ધોરણની સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઇ આચર્યું દુષ્કર્મ
February 13, 2025
અમરેલી : અમરેલીના વંડા બાદ હવે સાબરકાંઠા જિલ્લાના શિક્ષણ જગતને લાંછન લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. ત્યારે હિંમતનગરની તાલુકા શાળામાં અભ્યાસ કરતી કિશોરી પર શિક્ષકે દુષ્કર્મ આચર્યું છે. આ નરાધમ શિક્ષક બર્થડે કેક કાપવાના બહાને ઇડર રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં લઇ જઇ ગયો હતો અને જ્યાં તેણે દુષ્કર્મ આચર્યું છે. આ મામલે કિશોરીના માતા-પિતાએ ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર શાળાના જ શિક્ષકે દુષ્કર્મ આચર્યું છે. વિદ્યાર્થી ધોરણ 10માં અભ્યાસ કરે છે અને શિક્ષક ધોરણ 10માં અંગ્રેજી અને સંસ્કૃત વિષય ભણાવે છે. શિક્ષક વિદ્યાર્થીનીને બર્થડે કેક કાપવાના બહાને ઇડર રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો. જ્યાં તેણે સતત બે કલાક સુધી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરતાં વિદ્યાર્થીની તબિયત લથડી હતી. ત્યારબાદ શિક્ષક વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલ ખાતે મૂકીને ભાગી ગયો હતો.
આ સમગ્ર મામલે પોલીસે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપી શિક્ષકને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના સમગ્ર પંથકમાં હાહકાર મચી જવા પામ્યો છે. વાલીઓને પોતાના બાળકોને લઇને અસુરક્ષાની ભાવના અનુભવી રહ્યા છે.
Related Articles
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, 4 જિલ્લામાં દેખાશે અસર
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા...
Oct 15, 2026
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
Trending NEWS
13 October, 2026
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026