સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો પડ્યો નબળો
June 08, 2026
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ફરી એકવાર લેબેનોનને લઈને યુદ્ધ ભડકતાં બંને દેશોએ એકબીજા પર બેલેસ્ટિક મિસાઈલો ઝીંકતા મિડલ ઈસ્ટમાં નવેસરથી તણાવ વધી ગયું છે. આ સૌની અસર હવે દુનિયાભરના શેરબજાર અને કોમોડિટી માર્કેટ પર થઇ રહી છે.
ફરી એકવાર યુદ્ધની શક્યતાને જોતા આજે ભારતીય શેરબજાર નકારાત્મક ખુલ્યુ હતું. સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સમાં આજે એકઝાટકે 925 પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. પ્રિસેશનના કડાકા બાદ સેન્સેક્સમાં થોડીક રિકવરી દેખાઈ અને તે સમાચાર લખવા સુધીમાં 800 પોઈન્ટના કડાકા સાથે 73471.78 પોઈન્ટની આસપાસ ટ્રેડ થઇ રહ્યો હતો. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો જે શુક્રવારે 23336.70 પોઈન્ટ પર ક્લોઝ થઈ હતી તે આજે સોમવારે સીધો 296 પોઇન્ટના કડાકા સાથે 23070 પર પહોંચી ગયો હતો. ત્યારબાદ તેમાં પણ થોડીક રિકવરી આવતી હતી સમાચાર લખવા સુધીમાં નીફ્ટી 23134 પોઈન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો.
આજે સોનાની વાત કરીએ તો વાયદા બજારમાં શુક્રવારનું સોનાનું ક્લૉઝિંગ રેટ 155594 રૂપિયા હતું જે આજે સીધું 153596 સુધી ગગડી ગયું હતું. એટલે કે તેમાં કુલ 1998 રૂપિયાનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે ચાંદીની વાત કરીએ તો તેમાં 6547 રૂપિયાનો કડાકો બોલાઈ ગયો હતો. શુક્રવારે ચાંદી 248537 રૂપિયાના ભાવે ક્લૉઝ થઇ હતી જે આજે સીધી 241990 રૂપિયાના તળિયે ખુલી હતી. આ સાથે રોકાણકારોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ ફરી એકવાર આસમાને પહોંચી ગયા છે. આજે 3.31 ડૉલરના વધારા સાથે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ 96.40 ડૉલરની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે બીજી બાજુ ડૉલર સામે રૂપિયો પણ કમજોર થયો છે. આજે રૂપિયો 29 પૈસાની નબળાઈ સાથે ડૉલર સામે ફરી 95.23ની સપાટીને કૂદાવી ગયો છે જે ફરી એકવાર મોંઘવારી વધવાના સંકેત આપી રહ્યો છે.
Related Articles
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ...
Sep 02, 2026
સોનું 4,000 અને ચાંદી 9,000 રૂપિયા સસ્તી થઈ! યુએસ ફેડરલ રિઝર્વના આ એક નિવેદનથી બજાર ધ્રૂજ્યું
સોનું 4,000 અને ચાંદી 9,000 રૂપિયા સસ્તી...
Aug 29, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026