રાજૌરીના તરકુંડી સેક્ટરમાં LoC પર ભારે ગોળીબાર, ઘૂસણખોરીની શંકા બાદ સેનાનું સર્ચ ઓપરેશન તેજ
July 18, 2026
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર ભારે ગોળીબારની ઘટના સામે આવી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoJK)માં બગડતી પરિસ્થિતિ અને લોકોના વિરોધ પ્રદર્શનથી દેશ-વિદેશનું ધ્યાન ભટકાવવા માટે પાકિસ્તાની સેનાએ સરહદ પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી હોવાનું માનવામાં આવે છે. શુક્રવારે મોડી રાત્રે પાકિસ્તાન તરફથી ભારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેનો ભારતીય સેનાએ પાકિસ્તાની ચોકીઓને નિશાન બનાવી જડબાતોડ જવાબ આપ્યો હતો.
મળતી માહિતી મુજબ, શુક્રવારે રાત્રે આશરે 10થી 11 વાગ્યાની વચ્ચે રાજૌરી જિલ્લાના તરકુંડી ફોરવર્ડ વિસ્તારમાં પાકિસ્તાની સેનાએ નાના હથિયારો વડે અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો. શરૂઆતમાં ભારતીય સેનાએ સંયમ દાખવ્યો હતો, પરંતુ સરહદ પારથી ફાયરિંગની તીવ્રતા વધતા જ જવાનોએ મોરચો સંભાળી પાકિસ્તાની ચોકીઓ પર વળતો પ્રહાર કર્યો હતો. બંને તરફથી મોડી રાત સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી.
સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરહદ પર તહેનાત જવાનોએ રાત્રિના સમયે સરહદ પાર કેટલાક શંકાસ્પદ આતંકીઓની હિલચાલ નોંધ્યા બાદ એલર્ટ જાહેર કર્યું હતું. આતંકીઓ ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની આશંકા વચ્ચે ભારતીય સેનાએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ આતંકીઓને કવર ફાયર આપવા માટે પોતાના વિસ્તારમાંથી નાના હથિયારો વડે બ્લાઇન્ડ ફાયરિંગ શરૂ કર્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. સરહદ પર તહેનાત અધિકારીઓ સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. ગયા વર્ષે થયેલા ઓપરેશન સિંદૂર બાદ બંને દેશો વચ્ચે આ પ્રકારનો ભારે ગોળીબાર પહેલીવાર નોંધાયો છે. અગાઉ પણ પાકિસ્તાને અનેક વખત ઘૂસણખોરીના પ્રયાસો કર્યા હતા, પરંતુ ભારતીય સેનાએ દરેક પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.
રાત્રિના ગોળીબાર બાદ શનિવાર સવારથી ભારતીય સેનાએ સમગ્ર સરહદી વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સરહદની નજીક કોઈ ઘૂસણખોર અથવા આતંકવાદી છુપાયો ન રહે તેની ખાતરી કરવા માટે જવાનો ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. સાથે જ કોઈપણ પ્રકારની કટોકટીનો સામનો કરવા માટે LoC પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી દેવામાં આવી છે.
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026