અમરેલીમાં અનરાધાર વરસાદ: ધોળાદ્રી નદીમાં આધેડ તણાયો, તાતણિયામાં પૂર આવતા ખોડિયાર મંદિરમાં પાણી ઘૂસ્યું
November 01, 2025
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ડિપ્રેશનની અસરરૂપે અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાંભા અને જાફરાબાદ તાલુકામાં વહેલી સવાર સુધી ઘોઘમાર વરસાદ ખાબકતા નદીઓમાં પૂર આવ્યા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામમાં ભારે વરસાદના કારણે ગામની નદીમાં પૂર આવતા એક આધેડ તણાયા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ જાફરાબાદ મામલતદાર અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. NDRF ટીમ દ્વારા નદીના પાણીમાં તણાયેલા આધેડની શોધખોળ માટે બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
ખાંભાના ગ્રામ્ય પંથકમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ભારે વરસાદ પડતા તાતણિયા સહિતના ગામોમાં પાણી ભરાયા છે. તાતણિયા ગામની નદીમાં જોરદાર પૂર આવતા નદીના પાણી ગામ તરફ વળ્યા હતા. પૂરના પાણી સીધા ખોડિયાર મંદિરના પરિસરમાં ઘૂસી ગયા હતા. ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે જનજીવન પર અસર પડી છે.
ખાંભા ગીર પંથકમાં અવિરત વરસાદના પગલે ધાતરવડી નદીમાં પણ પૂર આવ્યું છે. નદી બે કાંઠે વહેતી થતાં નીચાણવાળા વિસ્તારો અને ગીરના ગામડાઓમાં રહેતા લોકોમાં પૂરના પાણી ઘૂસવાનો ભય ફેલાયો છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
Related Articles
માથે હાથ મૂકી સોગંદ ખાઓ કે કોઈને નહીં કહો..., અમદાવાદના પોશ વિસ્તારમાં છરીની અણીએ બંગલામાં લૂંટ
માથે હાથ મૂકી સોગંદ ખાઓ કે કોઈને નહીં કહ...
Nov 01, 2025
સુરત: માંડવીના લીમદા ગામ પાસે બે બાઈક સામ સામે અથડાયા, 3 યુવકના મોત
સુરત: માંડવીના લીમદા ગામ પાસે બે બાઈક સા...
Oct 29, 2025
શિરડી દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓને નાસિકમાં નડ્યો અકસ્માત, ત્રણના મોત, ચાર ઈજાગ્રસ્ત
શિરડી દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓ...
Oct 29, 2025
ઈરાનમાં બંધક બનાવાયેલા 4 ગુજરાતીઓ વતન પરત ફરતા પરિવારે લીધો રાહતનો શ્વાસ, પોલીસે હાથ ધરી પૂછપરછ
ઈરાનમાં બંધક બનાવાયેલા 4 ગુજરાતીઓ વતન પર...
Oct 28, 2025
નર્મદા ઘાટ દુર્ઘટના: 3 શ્રમિકોના મોત મામલે એજન્સી અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો
નર્મદા ઘાટ દુર્ઘટના: 3 શ્રમિકોના મોત મામ...
Oct 27, 2025
ગુજરાતમાં મેઘરાજાનો પ્રકોપ: મહુવામાં સાડા સાત ઈંચ વરસાદ, અમરેલીના રાયડી ડેમના દરવાજા ખોલાયા
ગુજરાતમાં મેઘરાજાનો પ્રકોપ: મહુવામાં સાડ...
Oct 27, 2025
Trending NEWS
01 November, 2025
01 November, 2025
30 October, 2025
30 October, 2025
30 October, 2025
30 October, 2025
30 October, 2025
30 October, 2025
29 October, 2025
29 October, 2025