નેપાળમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનથી આફત, મૃત્યુઆંક 112
September 29, 2024
કાઠમંડુની મુખ્ય બાગમતી નદી ખતરાના નિશાન પર, લગભગ 195 મકાનો અને આઠ પુલને નુકસાન
કાઠમંડુ : નેપાળમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનથી ઘણાં વિસ્તારોમાં મોટા પાયે તબાહી મચાવી છે. માહિતી પ્રમાણે આ પૂર અને ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં આશરે 112 લોકોના મોત થઈ ચૂક્યા છે. તો કેટલાક લોકો ગુમ થયાના સમાચાર છે. પૂર્વ અને મધ્ય નેપાળના મોટા ભાગમાં શુક્રવારે જ જળમગ્ન થઈ ગયા હતા અને દેશના કેટલાક વિસ્તારોમાં અચાનકથી પૂર આવી ગયું હતું.
સશસ્ત્ર પોલીસ દળના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૂર અને ભૂસ્ખલનના કારણે 64 લોકો ગુમ છે જ્યારે 45 લોકો ઘાયલ થયા છે. કાઠમંડુ ખીણમાં સૌથી વધુ 48 લોકોના મોત થયા છે. તેમજ લગભગ 195 મકાનો અને આઠ પુલોને નુકસાન થયું છે. સુરક્ષા કર્મચારીઓએ અત્યાર સુધીમાં લગભગ 3,100 લોકોને બચાવી લીધા છે. સ્થાનિક હાજર લોકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા તેમણે છેલ્લા 40-45 વર્ષોમાં કાઠમંડુ ખીણમાં આટલું વિનાશક પૂર નથી જોયું. સશસ્ત્ર પોલીસ દળે એક નિવેદનમાં જણાવ્યું કે, મૃતકોની સંખ્યા 112 પર પહોંચી ગઈ છે.
ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (ICIMOD)ના ક્લાઈમેટ ચેન્જ નિષ્ણાત અરુણ ભક્ત શ્રેષ્ઠે જણાવ્યું હતું કે, ‘મેં કાઠમંડુમાં આ પહેલા આટલી તીવ્રતાનું પૂર ક્યારેય નથી જોયું." ICIMOD દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે કાઠમંડુની મુખ્ય નદી બાગમતીની મુખ્ય નદી શુક્રવાર અને શનિવારે પૂર્વ અને મધ્ય નેપાળમાં મુશળધાર વરસાદ બાદ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.’
Related Articles
તાઈવાનની સંસદમાં સાંસદો વચ્ચે છુટ્ટાં હાથે મારામારી, તોડફોડ મચાવી દીધી
તાઈવાનની સંસદમાં સાંસદો વચ્ચે છુટ્ટાં હા...
નેપાળમાં 4.8ની તીવ્રતાના ભૂકંપથી લોકો ફફડી ગયા,ભયના માર્યા ઊંઘમાંથી ઊઠી દોટ મૂકી
નેપાળમાં 4.8ની તીવ્રતાના ભૂકંપથી લોકો ફફ...
Dec 21, 2024
પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, સુરક્ષા ચોકીને બનાવી કર્યો આત્મઘાતી વિસ્ફોટ, 17 સૈનિકોના મોત
પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, સુરક્ષા ચ...
Dec 21, 2024
રશિયાના કઝાનમાં મોટો હુમલો, 9/11 ની જેમ 3 બિલ્ડિંગમાં ડ્રોન ઘૂસ્યું, અરાજકતા ફેલાઈ
રશિયાના કઝાનમાં મોટો હુમલો, 9/11 ની જેમ...
Dec 21, 2024
જર્મનીમાં ક્રિસમસ માર્કેટમાં કાર ભીડમાં ઘૂસી જતાં 2ના મોત, 60થી વધુ ઘાયલ, સાઉદી અરેબિયન ડોક્ટરની ધરપકડ
જર્મનીમાં ક્રિસમસ માર્કેટમાં કાર ભીડમાં...
Dec 21, 2024
Trending NEWS
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
20 December, 2024
20 December, 2024
20 December, 2024
Dec 21, 2024