ઉત્તર ભારતમાં ભારે વરસાદ, દિલ્હી-ગુરુગ્રામમાં જળબંબાકાર, 26 ફ્લાઇટ રદ અને 380 મોડી
August 25, 2026
સોમવારે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર, ટ્રાફિક જામ અને હવાઈ સેવા ખોરવાઈ હતી. રાજધાની દિલ્હીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ દિવસ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો. દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાતાં હજારો વાહનો ફસાયા હતા. શાળાની બસો અને એમ્બ્યુલન્સ પણ કલાકો સુધી અટવાઈ હતી. દિલ્હીના લ્યુટિયન્સ વિસ્તાર, મથુરા રોડ, કનોટ પ્લેસ અને ઝખીરા અંડરપાસ સહિતના અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયું હતું.
ખરાબ હવામાનની સીધી અસર દિલ્હી એરપોર્ટની હવાઈ સેવા પર પડી હતી. વરસાદને કારણે આશરે 380 ફ્લાઇટ મોડી પડી હતી અને 26 ફ્લાઇટ રદ કરવી પડી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે 12 ફ્લાઇટ જયપુર, 2 ચંડીગઢ અને 1 લખનઉ તરફ વાળવામાં આવી હતી. દરમિયાન ગુરુગ્રામમાં ભારે વરસાદને કારણે ટ્રાફિકની સ્થિતિ સૌથી ખરાબ રહી હતી. પાણી ભરાવાને કારણે અનેક માર્ગો પર વાહનો કલાકો સુધી અટવાયા હતા. સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુરુગ્રામ વિસ્તારમાં તમામ શાળાઓ અને ઓફિસોને ઓનલાઇન ચલાવવાની સલાહ આપવામાં આવી હતી.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરી વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાયું હતું. ગાઝિયાબાદમાં મુખ્ય રસ્તાઓ અને નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં ગંભીર જળબંબાકાર સર્જાતા ભારે ટ્રાફિક જામ થયો હતો. જયપુર અને પૂર્વ રાજસ્થાનના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી અને અનેક સ્થળોએ પાણી ભરાયું હતું. દિલ્હી અને ગુરુગ્રામની સ્થિતિ સૌથી કફોડી રહી હતી. બીજી તરફ, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે આશરે 98 રસ્તા બંધ કરવા પડ્યા હતા.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026