અમેરિકામાં હેલેન વાવાઝોડાંએ વિનાશ વેર્યો, 60 લોકોના મોત, 2600 કરોડ ડોલર સુધીનું નુકસાન
September 30, 2024

અમેરિકામાં શુક્રવારે (27 સપ્ટેમ્બર) આવેલા વાવાઝોડાં હેલેનાએ ફ્લોરિડા અને દક્ષિણ પૂર્વ અમેરિકામાં ભારે વિનાશ વેર્યો છે. વાવાઝોડાંના કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક વધીને 60 પર પહોંચી ગયો છે. સૌથી વધુ દક્ષિણ કેરોલિનામાં 24 લોકોના મોત થયા છે. તિવ્ર ગતિએ ફૂંકાતા પવનમાં અનેક મકાનો તૂટી પડ્યા છે. બીજીબાજુ બચાવ કર્મચારીઓએ પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.
દક્ષિણ અમેરિકીમાં ભારે પવન અને ધોધમાર વરસાદ પડ્યા બાદ ભારે વિનાશ થયો છે અને હવે તંત્ર દ્વારા સફાઈ અભિયાન શરૂ કરી દેવાયું છે. વાવાઝોડા હેલેસના કારણે ઉદભવેલી તોફાની લહેરોના કારણે અનેક જગ્યાએ વીજળી પણ જતી રહી છે.
વાવાઝોડું એટલું તિવ્ર હતું કે, તેમાં અનેક સડકો અને બ્રિજો તૂટી ગયા છે. દક્ષિણ કેરોલિના, ફ્લોરિડા, જ્યોર્જિયા સહિત અનેક વિસ્તારમાં મોટાપાયે નુકસાન થયું છે. ઉત્તરના સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ વાવાઝોડામાં ઓછામાં ઓછા 60 લોકોના મોત થયા છે, જેમાં જ્યોર્જિયામાં બાળકો સહિત 17 લોકોના મોત થયા છે. મૂડીસના વિશ્લેષકો મુજબ વાવાઝોડાંના કારણે 15 અબજ યુએસ ડોલરથી 26 અબજ યુએસ ડોલર સુધીનું નુકસાન થયું હોવાની આશંકા છે.
કેટેગરી-4નું ચક્રવાતી વાવાઝોડું હેલેન શુક્રવારે (27 સપ્ટેમ્બરે) પસાર થતાં ફ્લોરિડા, જ્યોર્જિયા, ઉત્તર કેરોલિના, દક્ષિણ કેરોલિના તથા વર્જિનિયામાં ઉત્તર-પૂર્વ ટેનેસી સુધી અનેક મકાનો તૂટી ગયા હતા. અહીં અત્યંત જોખમી બચાવ અભિયાન હાથ ધરતા યુનિકોઈ કાઉન્ટી હોસ્પિટલની છત પરથી હેલિકોપ્ટર દ્વારા 54 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ન્યૂપોર્ટ, ટેનેસી જેવા શહેરોમાંથી પણ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ચક્રવાતી વાવાઝોડું નેશ કાઉન્ટી, ઉત્તર કેરોલિના સહિત કેટલાક વિસ્તારોમાં ત્રાટક્યું હતું.
Related Articles
રશિયામાં એક કલાકમાં 5 ભૂકંપ, સૌથી જોરદાર આંચકો 7.4ની તીવ્રતાનો, સુનામીની ચેતવણી
રશિયામાં એક કલાકમાં 5 ભૂકંપ, સૌથી જોરદાર...
Jul 20, 2025
ઝેલેન્સ્કી નરમ, સીઝફાયર અંગે વાતચીત કરવા રશિયાને ઓફર
ઝેલેન્સ્કી નરમ, સીઝફાયર અંગે વાતચીત કરવા...
Jul 20, 2025
પાકિસ્તાનમાં જળપ્રલય, 200થી વધુ લોકોના મોત, 560થી વધુ ઈજાગ્રસ્ત
પાકિસ્તાનમાં જળપ્રલય, 200થી વધુ લોકોના મ...
Jul 20, 2025
20 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ સાઉદીના 'સ્લીપિંગ પ્રિન્સ' નું નિધન
20 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ સાઉદીના '...
Jul 20, 2025
અમેરિકાના લોસ એન્જેલસમાં મોટી દુર્ઘટના, કાર ચાલકે ભીડ પર ચડાવી દીધી કાર, 25થી વધુ ઈજાગ્રસ્ત
અમેરિકાના લોસ એન્જેલસમાં મોટી દુર્ઘટના,...
Jul 19, 2025
ગૂગલ અને મેટા ઈડીના રડારમાં, ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે સમન્સ
ગૂગલ અને મેટા ઈડીના રડારમાં, ઓનલાઈન સટ્ટ...
Jul 19, 2025
Trending NEWS

20 July, 2025

20 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025