UKના વડાપ્રધાનની દિવાળી પાર્ટીમાં દારૂ-માંસ પીરસવામાં આવતા હિન્દુઓ નારાજ
November 10, 2024
લંડન ઃ બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર તરફથી 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં આયોજિત દિવાળી પાર્ટીને લઈને વિવાદ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન માસ અને દારૂ પીરસવામાં આવ્યું, જેનાથી અમુક બ્રિટિશ હિન્દુ નારાજ છે. બ્રિટિશ વડાપ્રધાનના સત્તાવાર આવાસ પર આ ઉત્સવ આયોજિત થયું હતું. તેમાં ઘણાં ટોચના રાજનેતાઓએ ભાગ લીધો હતો. સાથે જ દીપ પ્રગટાવવામાં આવ્યા, કુચિપુડી નૃત્ય પ્રદર્શન થયું અને વડાપ્રધાન સ્ટારમરે ભાષણ પણ આપ્યું. જોકે, રાત્રિ ભોજનના મેનૂમાં આલ્કોહોલ અને માંસાહારી ખોરાકનો સમાવેશ થવાની વાતથી નારાજગી વ્યક્ત કરી છે.
મળતી માહિતી મુજબ, દિવાળી પાર્ટીમાં મહેમાનોએ મેનૂમાં કબાબ, બીયર અને વાઇન પીરસવામાં આવ્યું. નોંધનીય છે કે, ગત વર્ષે જ્યારે જ્યારે ઋષિ સનકે દિવાળી ઉજવણીનું આયોજન કર્યું તો માંસ અને દારૂ મેનૂમાં સામેલ નહતું. જાણીતા બ્રિટિશ હિન્દુ પંડિત સતીશ શર્માએ સ્ટાર્મરના રવૈયા પર ચિંતા વ્યક્ત કરી છે. શર્માએ વડાપ્રધાન કાર્યાલય પર સંવેદનશીલતાની કમીનો આરોપ લગાવ્યો. વીડિયો નિવેદનમાં પંડિત સતીશ વર્માએ કહ્યું, 'છેલ્લાં 14 વર્ષોમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ક્યારેય માંસ અને દારૂ નથી પીરસવામાં આવ્યું. હવે એવું થયું જેમાં માંસ અને દારૂ નથી પીરસવામાં આવ્યું. હવે એવું થયું, જેનાથી હું ખૂબ જ નિરાશ અને હેરાન છું. આ વર્ષનો ઉત્સવ મૂર્ખતાપૂર્ણ જણાય છે.'
સતીશ શર્માએ કહ્યું, 'આખરે વડાપ્રધાનના સલાહકાર કેટલાં ગેરજવાબદાર હશે? સ્ટાર્મરે આ વિશે પોતાનું નિવેદન આપવું જોઈએ.' આ સિવાય બ્રિટિશ હિન્દુઓ અને ભારતીયોના સામાજિક આંદોલન સાથે જોડાયેલા સંગઠન ઇનસાઇટ યુકેએ પણ આ ઘટનાની નિંદા કરી છે. તેમની તરફથી કહેવામાં આવ્યું કે, પવિત્ર ઉત્સવમાં માંસ અને દારૂ પીરસવામાં આવ્યું, જેનાથી તેની શુદ્ધતા ખરાબ થઈ ગઈ. 10 ડાઉનિંગ સ્ટ્રીટના અધિકારીઓએ ધાર્મિક ભાવનાઓનું ધ્યાન રાખવું જોઈએ.
Related Articles
અમેરિકાએ ઈરાનમાં બાળકોની હોસ્પિટલ કર્યો બોંબમારો, વળતા જવાબમાં કુવૈત પર ભીષણ ડ્રોન હુમલો
અમેરિકાએ ઈરાનમાં બાળકોની હોસ્પિટલ કર્યો...
Jul 16, 2026
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓના મોતની આશંકા
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વ...
Jul 16, 2026
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન!
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક...
Jul 15, 2026
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ!
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન...
Jul 15, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુ...
Jul 15, 2026
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈ...
Jul 13, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026