હોર્મુઝ બ્લોકેડ: ક્રૂડ ઓઈલ 100 ડોલરને પાર, મંદી-મોંઘવારીનો ખતરો
April 14, 2026
ગત સપ્તાહના અંતે સીઝફાયર માટેની મંત્રણાઓ નિષ્ફળ ગયા બાદ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાની બંદરો પર સૈન્ય નાકાબંધી કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને પગલે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવા અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે.
ઇરાને અગાઉ આ મહત્વપૂર્ણ જળમાર્ગમાંથી ટેન્કરોની અવરજવર લગભગ બંધ કરી દીધી હતી. માત્ર ઇરાન સાથે મિત્રતા ધરાવતા દેશોના જહાજોને જ ભારે ફી વસૂલીને પસાર થવા દેવામાં આવતા હતા. આ દબાણને ખતમ કરવા ટ્રમ્પ વહીવટીતંત્રે નાકાબંધીનો આકરો નિર્ણય લીધો છે.
નિષ્ણાતોના મતે, આ નાકાબંધીનો અમલ કરવો એ અમેરિકી નૌસેના માટે મોટો પડકાર છે. આ ઓપરેશન માટે યુએસ નેવીના મોટી સંખ્યામાં જહાજો અને જવાનોની જરૂર પડશે. અમેરિકન નૌસેનાને અનેક પ્રકારનાં રિસોર્સિસની જરૂરિયાત ઉભી થશે. હાલમાં મધ્ય પૂર્વમાં અમેરિકાના 16 યુદ્ધ જહાજો તૈનાત છે, પરંતુ પેલેસ્ટાઈન કે ઇરાનના દરિયાકાંઠાના મુખ્ય ભાગમાં હાલ કોઈ જહાજ નથી. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી વિશ્વના કુલ તેલ વેપારનો 20% હિસ્સો પસાર થાય છે. આટલા મોટા પાયે જહાજોના ટ્રાફિકને રોકવો કે નિયંત્રિત કરવો ભૌગોલિક રીતે મુશ્કેલ છે.
Related Articles
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આશંકા! બંગાળની ખાડીમાં મોટી હલચલ, અતિ ભારે વરસાદની આગાહી
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આ...
Sep 21, 2026
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મુલાકાતે
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મ...
Sep 11, 2026
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે, રિસર્ચમાં ચોંકાવનારું તારણ
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ...
Sep 05, 2026
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા, ટ્રમ્પના મંત્રીએ ભારતને ધમકાવ્યું
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડ...
Sep 03, 2026
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર લાગી અંતિમ મહોર
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્...
Sep 02, 2026
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 7ના મોત, અનેક ઈજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરી...
Aug 31, 2026
Trending NEWS
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
27 September, 2026
27 September, 2026