હું પ્લેબૉય બની ગયો હતો..., મુંબઈના અયાન અહેમદના લવ ટ્રેપમાં નવા ચોંકાવનારા ખુલાસા
April 17, 2026
અહમદની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા
અમદાવાદ : મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં 19 વર્ષના શિકારી અયાન અહેમદે 180 સગીર છોકરીઓને પ્રેમના જાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું હોવાનો, તેમના 350 જેટલા વીડિયો બનાવ્યા હોવાનો, તેમને બ્લેકમેલ કરીને વેશ્યાવૃત્તિમાં ધકેલવાનો પ્રયાસ કર્યાનો મામલો સામે આવ્યા બાદ વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે કહ્યું કે, અહેમદનું પ્રથમ બ્રેક થયા બાદ તે પ્લેબૉય બની ગયો હતો. કેસની તપાસ કરી રહેલી પોલીસે આરોપીની પૂછપરછ કરી છે, જેમાં અહેમદે સામાન્ય રીતે કહ્યું કે, પ્રથમ બ્રેક થયા બાદ તે પ્લેબૉય બની ગયો હતો. તપાસ અધિકારીઓએ કહ્યું કે, આ મામલો માનસિક બિમારીથી વધુ આરોપીમાં ખાસ પ્રકારનો વિચાર અને જીવનશૈલી સાથે જોડાયેલો લાગે છે. અહેમદ સોશિયલ મીડિયા પર ઘણો સક્રિય હતો. સમગ્ર કેસમાં તેની લાઈફસ્ટાઈલનો મુખ્ય રોલ હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે વધુમાં કહ્યું કે, અયાન મોબાઈલ ફોનનો સારો બિઝનેસ કરતો હતો. આ ઉપરાંત તે ઈન્સ્ટાગ્રામ પર પેડ પ્રમોશન દ્વારા પણ કમાણી કરતો હતો. તેના લગભગ 18 હજાર ફૉલોઅર્સ હતા. આજ કારણે તેની સોશિયલ મીડિયા પર સારી પક્કડ હતી. તેમ છતાં તે મિત્રો અને પરિવાર પાસેથી ઉધારમાં નાણાં લેતો હતો. આરોપી તે નાણાંનો ઉપયોગ આલીશાન અને બનાવટી જીવનશૈલીનો દેખાડો કરવા પાછળ ખર્ચતો હતો. આરોપી સોશિયલ મીડિયા દ્વારા છોકરીઓનો સંપર્ક કરતો હતો અને ધીમે ધીમે તેણી સાથે મિત્રતા વધારતો હતો. તે છોકરીઓનો વિશ્વાસ જીતવા માટે લગભગ ચારથી પાંચ મહિના સુધી પ્રયાસ કરતો હતો. જ્યારે છોકરીઓ વિશ્વાસમાં આવી જતી હતી, ત્યારે તે કથિત શારીરિક સંબંધ બનાવવાની માંગ કરતો હતો અથવા તેણી પર દબાણ નાખતો હતો.
Related Articles
કૃષ્ણા-ગોદાવારી બેસિનમાં કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
કૃષ્ણા-ગોદાવારી બેસિનમાં કુદરતી ગેસનો મો...
Oct 24, 2026
યુપીમાં વોટર લિસ્ટમાં છબરડા, પિતાનું નામ 'B.Com', રામહિત યાદવનું ભાષાંતર 'રામે યાદવને માર્યા
યુપીમાં વોટર લિસ્ટમાં છબરડા, પિતાનું નામ...
Oct 24, 2026
સિવાનમાં મકાનમાં રખાયેલા ફટાકડાઓમાં ભીષણ વિસ્ફોટ, ચાર લોકોના મોત
સિવાનમાં મકાનમાં રખાયેલા ફટાકડાઓમાં ભીષણ...
Oct 24, 2026
દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, AQI 233
દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, A...
Oct 21, 2026
મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખોંગસાઈની ગોળી મારી હત્યા, ત્રણ બળવાખોરોની અટકાયત, પાંચ જિલ્લામાં બંધનું એલાન
મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખ...
Oct 21, 2026
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં દશેરા પર અનોખું પ્રદર્શન, પત્ની પીડિત પુરુષોએ શૂર્પણખાનું દહન કરી પુરુષ આયોગ માગ્યું
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં દશેરા...
Oct 21, 2026
Trending NEWS
21 October, 2026
21 October, 2026
21 October, 2026
21 October, 2026
21 October, 2026
21 October, 2026
20 October, 2026
20 October, 2026
20 October, 2026
20 October, 2026