ગુનો સાબિત ન થાય તો જામીન મેળવવા આરોપીનો અધિકાર, ઉમર ખાલિદ કેસ મુદ્દે બોલ્યા ચંદ્રચૂડ
January 18, 2026
જેલમાંથી નિર્દોષ છૂટનારના કિંમતી વર્ષોની ભરપાઈ થઈ શકતી નથી
જયપુર- જયપુર સાહિત્ય ઉત્સવમાં રવિવારે હાજરી આપતા દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોઈપણ આરોપીનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી જામીન મેળવવો તેનો મૂળભૂત અધિકાર હોવો જોઈએ. એક વરિષ્ઠ પત્રકારના પ્રશ્નના ઉત્તરમાં તેમણે આ વાત કહી હતી, જેમાં દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઉમર ખાલિદના જામીન નકારવા અંગે ચર્ચા થઈ હતી.
પૂર્વ CJIએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘જો કોઈ વ્યક્તિ પાંચ કે સાત વર્ષ જેલમાં રહ્યા બાદ નિર્દોષ છૂટે, તો તેના જીવનના એ કિંમતી વર્ષોની ભરપાઈ થઈ શકતી નથી. જામીન ત્યારે જ નકારી શકાય જ્યારે આરોપી ફરી ગુનો કરે તેવી શક્યતા હોય, પુરાવા સાથે છેડછાડ કરી શકે તેમ હોય અથવા કાયદાથી ભાગી જવાનો ભય હોય. જો ન્યાયિક પ્રક્રિયામાં વધુ પડતો વિલંબ થતો હોય, તો આરોપીને જામીન મળવા જ જોઈએ.’ ચંદ્રચૂડે વધુમાં કહ્યું કે, ‘જો રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો હોય તો અદાલતોએ કેસની ઊંડી તપાસ કરવી જોઈએ, જેથી કોઈ વ્યક્તિ કારણ વગર વર્ષો સુધી જેલમાં ન સબડે.’ તેમણે જિલ્લા અને સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજીઓ નકારવાના વલણને ચિંતાનો વિષય ગણાવ્યો હતો, જેના કારણે સુપ્રીમ કોર્ટમાં કેસોનું ભારણ વધે છે.
ચંદ્રચૂડે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે તેમના કાર્યકાળમાં લાઈવ પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું, જે હવે માત્ર હિન્દી જ નહીં પરંતુ બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ તમામ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. નિવૃત્તિ બાદના જીવન અંગે તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ હાલ ખાનગી જીવનનો આનંદ માણી રહ્યા છે અને કોઈ નવો હોદ્દો સ્વીકારવા માંગતા નથી.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026