યુદ્ધવિરામનો ભંગ કરશો, તો મિસાઇલનો વરસાદ કરીશું': હુથીઓની ઈઝરાયલને ધમકી
February 09, 2025
ગાઝા : ગાઝામાં ચાલી રહેલાં યુદ્ધ વિરામને લઈને યમનના હુથી બળવાખોરોએ ઈઝરાયલને ચેતવણી આપી છે. હુથીઓનું કહેવું છે કે, જો ઈઝરાયલ યુદ્ધ વિરામના કરારને તોડે છે તો અમે મિસાઇલનો વરસાદ કરી દઈશું. હુથીઓએ પહેલાંથી જ લાલ સાગરમાં ઈઝરાયલની નાકાબંધી કરી દીધી છે. આ સિવાય ધમકી આપી છે કે, અમે ઈઝરાયલ સંબંધિત કોઈપણ માલવાહક જહાજ પર હુમલો અને અપહરણ કરતા પહેલાં જરાય ખચકાશું નહીં. ગત થોડા મહિનામાં હુથીઓની અનેક મિસાઇલ અને ડ્રોન ઈઝરાયલ સુધી પહોંચી ચુક્યા છે.
હુથી બળવાખોરોના નેતા અબ્લુદ મલિક અલ હુથીએ કહ્યું, 'અમે ગાઝામાં (યુદ્ધ વિરામ) કરારના અમલીકરણ પર નજર રાખી રહ્યાં છીએ. જો ઈઝરાયલ કરારને તોડે છે અને ફરી ઉગ્રતા અને નરસંહાર શરૂ કરે છે, તો અમે પણ તેનો વળતો જવાબ આપીશું'. આ યમનના લશ્કરી નેતાએ અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર પણ નિશાન સાધ્યું હતું. ટ્રમ્પે થોડા દિવસ પહેલા હુતિઓને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. અબ્દુલ મલિકે કહ્યું કે, 'અમેરિકા એક ખરાબ દેશ છે. આ બીજા રાષ્ટ્રોને યુદ્ધમાં ધકેલે છે અને ગુલામ બનાવે છે. અરબ અને મુસ્લિમોને જાણ હોવી જોઈએ કે, અમેરિકા અને ઝાયોનિસ્ટ શાસનનું અનુસરણ કરવું ફક્ત તેમને ગુલામ બનાવતા રહેશે'.
Related Articles
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ!
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન...
Jul 15, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુ...
Jul 15, 2026
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈ...
Jul 13, 2026
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમ...
Jul 13, 2026
વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવા કંપનીની રિવોર્ડ ટ્રિપમાં ગયેલા 15 ભારતીયોના જીવ ગયા
વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવ...
Jul 13, 2026
બેંગકોકના પબમાં શોર્ટ સર્કિટ બાદ ભીષણ આગ લાગતાં ફસાયેલા 27 લોકોના કરૂણ મોત, વડાપ્રધાને આપ્યા તપાસના આદેશ
બેંગકોકના પબમાં શોર્ટ સર્કિટ બાદ ભીષણ આગ...
Jul 13, 2026
Trending NEWS
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026