Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

'તમે યુદ્ધ જ ઈચ્છતા હોવ તો એ જ સારું, અંત સુધી લડીશું...', ટેરિફ વોર અંગે ચીનની ટ્રમ્પને ધમકી

March 05, 2025

જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની કમાન સંભાળી છે ત્યારથી આવા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે જેની અસર સમગ્ર વિશ્વમાં પડી રહી છે. ટ્રમ્પની નીતિઓને કારણે હવે અમેરિકા અને ચીન આમને-સામને આવી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ યુદ્ધ શરૂ કર્યું છે. ટ્રમ્પ સરકારે કેનેડા અને મેક્સિકો તેમજ ચીન પર વધારાનું ટેરિફ લાદ્યું છે. અમેરિકાએ ચીનથી આયાત થતા ઉત્પાદનો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જેના કારણે ચીન નારાજ થયું છે અને આ મામલે  વળતો જવાબ આપ્યો છે. ચીન અમેરિકાથી આયાત થતા ઉત્પાદનો પર પણ 10 થી 15% ટેરિફ લાદવા જઈ રહ્યું છે.  આ કારણે વિશ્વની બે મહાસત્તાઓ વચ્ચે ટ્રેડ વોર શરૂ થઈ ગયું છે. આ સાથે ડ્રેગને ટ્રમ્પ સરકારને ખુલ્લેઆમ યુદ્ધની ધમકી પણ આપી છે. અમેરિકામાં ચીનના દૂતાવાસે એક નિવેદન જારી કરતા કહ્યું હતું કે, 'જો અમેરિકા યુદ્ધ ઈચ્છે છે (તે ટેરિફ યુદ્ધ હોય, વેપાર યુદ્ધ હોય કે અન્ય કોઈ યુદ્ધ હોય) તો અમે અંત સુધી લડવા તૈયાર છીએ.' ચીનના આ પગલા બાદ સ્થિતિ વધુ વણસે તેવી શક્યતા છે. તેમજ આ પગલાની અસર વિશ્વના અંત દેશો પર પણ પડી શકે છે.  ચીને આ મામલે વધુમાં કહ્યું કે, 'અમે ધમકીઓથી ડરતા નથી.' શી જિનપિંગની સરકારે કહ્યું, 'દબાણ અને ધાકધમકી અમારા પર કામ કરતી નથી. ચીન સાથે વ્યવહાર કરવાનો સાચો રસ્તો ન તો દબાણ છે, ન જબરદસ્તી કે ન ધમકી છે. કોઈપણ જે ચીન પર મહત્તમ દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તે ખોટા વ્યક્તિને નિશાન બનાવીને મોટી ભૂલ કરી રહ્યા છે. જો યુ.એસ. ખરેખર ફેન્ટાનીલ સમસ્યાનો ઉકેલ લાવવા માંગે છે, તો તેણે અમારી સાથે સમાન ધોરણે વાટાઘાટો કરવી જોઈએ.' અમેરિકી સંસદને સંબોધિત કરતી વખતે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે, 'જે પણ દેશ અમારા પર જેટલો ટેરિફ લાદશે, અમે તેમના પર તેટલું જ ટેરિફ લગાવીશું. અન્ય દેશો દાયકાઓથી અમેરિકા પર ભારે ટેરિફ લાદી રહ્યા છે. યુરોપિયન યુનિયન, ચીન, બ્રાઝિલ, ભારત અને અન્ય દેશો અમેરિકા પર ખૂબ ઊંચા ટેરિફ લાદી રહ્યા છે, જે ખોટું છે. ભારત અમેરિકા પર 100% ટેરિફ લાદે છે. આવી સ્થિતિમાં અમેરિકાની હાલની સિસ્ટમ બદલવી પડશે.' આ બાબતે ટ્રમ્પે વધુમાં કહ્યું કે, '2 એપ્રિલથી જે પણ દેશ અમેરિકન આયાત પર ટેરિફ લાદશે, અમે તેના પર પણ તે જ ટેરિફ લગાવીશું. અન્ય દેશોએ દાયકાઓથી અમારી વિરુદ્ધ ટેરિફનો ઉપયોગ કર્યો છે. પરંતુ હવે તે દેશો સામે આ ટેરિફનો ઉપયોગ કરવાનો વારો અમેરિકાનો છે.' અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, 'જો તમે ટ્રમ્પ પ્રશાસન હેઠળ તમારો માલ અમેરિકામાં બનાવતા નથી, તો તમારે ટેરિફ અને કેટલાક કિસ્સાઓમાં તો ભારે ટેરિફ ચૂકવવા પડશે. અમારા ઉત્પાદનો પર ચીનની સરેરાશ ટેરિફ અમે લાદીએ છીએ તેના કરતા બમણી છે અને દક્ષિણ કોરિયાની સરેરાશ ટેરિફ ચાર ગણી વધારે છે. ચાર ગણા ઊંચા ટેરિફ... તેના વિશે વિચારો. અને અમે સૈન્ય અને અન્ય ઘણી રીતે દક્ષિણ કોરિયાને ઘણી મદદ કરીએ છીએ.