લાલકૃષ્ણ અડવાણીના સ્વાસ્થ્યમાં સુધારો, જલ્દી જ નોર્મલ વોર્ડમાં શિફ્ટ કરાશે

December 18, 2024

દેશના પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. આગામી 1-2 દિવસમાં તેમને ICUમાંથી પ્રાઈવેટ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે તેવી શક્યતા છે. જણાવી દઈએ કે તેમને 12 ડિસેમ્બરે નવી દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તેમને સમસ્યા શું છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. હોસ્પિટલે મંગળવારે સાંજે લાલકૃષ્ણ અડવાણીનું હેલ્થ બુલેટિન બહાર પાડ્યું હતું.

હેલ્થ બુલેટિન મુજબ 'ભાજપના દિગ્ગજ નેતા અને ભારતના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી 12 ડિસેમ્બરથી ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના ICUમાં ડૉ. વિનીત સૂરીની દેખરેખ હેઠળ છે. તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. તેમની તબિયતની પ્રગતિના આધારે તેમને આગામી 1-2 દિવસમાં ICUમાંથી શિફ્ટ કરવામાં આવે તેવી શક્યતા છે.