ટ્રમ્પનો કેનેડા પર પ્રહાર: 50 ટકા વધારાનો ટેરિફ ઝીંકી 100 વર્ષ જૂનો કાયદો લાગુ કર્યો!
July 21, 2026
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડામાંથી આયાત થતી વિવિધ વસ્તુઓ પર 50% સુધીનો ટેરિફ ઝીંકવાની જાહેરાત કરીને વૈશ્વિક ટ્રેડ વૉરમાં નવો મોરચો ખોલી દીધો છે. અમેરિકાનો આરોપ છે કે કેનેડા અમેરિકન કાર, દારૂ અને ડેરી પ્રોડક્ટ્સ સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરી રહ્યું છે. દારૂ, સિમેન્ટ, આઇસ હોકીના સાધનો, કપડાં અને ફર્નિચર જેવી અનેક વસ્તુઓ પર લાગુ થનારો આ નવો ટેક્સ આગામી 30 દિવસમાં એટલે કે 19 ઓગસ્ટથી અમલી બનશે.
ટ્રમ્પે આ ટેરિફ લાદવા માટે 'ટેરિફ એક્ટ 1930'ની કલમ 338નો ઉપયોગ કર્યો છે. આ કાયદો અમેરિકન પ્રમુખને એવા દેશો સામે 50% સુધીની આકરા ટેરિફ લાદવાની સત્તા આપે છે જે અમેરિકન સામાન સાથે ભેદભાવ કરે છે. લગભગ એક સદી જૂના આ કાયદાનો ઇતિહાસમાં પહેલીવાર ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે, અમેરિકાએ ઊર્જા, કીમતી ખનિજો, પોટાશ અને ફીશ જેવી કેટલીક મહત્ત્વની વસ્તુઓને આ ટેરિફમાંથી મુક્તિ આપી છે.
અમેરિકન ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) જેમીસન ગ્રીરે જણાવ્યું હતું કે, અન્ય દેશો સાથે ફેર ટ્રેડ ડીલ થઈ રહી છે, પરંતુ કેનેડા સતત જવાબી કારવાઈ કરી રહ્યું છે. કેનેડાના ડેરી સપ્લાય સિસ્ટમ અને કાર પરના નિયંત્રણો ભેદભાવપૂર્ણ છે. આ ઉપરાંત, કેનેડાના મોટાભાગના રાજ્યોએ અમેરિકન દારૂનું વેચાણ બંધ કરી દીધું છે, જેના કારણે છેલ્લા એક વર્ષમાં કેનેડામાં અમેરિકન કારની આયાતમાં 22% અને દારૂની આયાતમાં 81%નો મોટો ઘટાડો નોંધાયો છે.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેએ અમેરિકાના આ પગલા સામે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે, 'અમારી સરકારે વેપાર વિવાદ ઉકેલવા માટે ઘણા પ્રસ્તાવ મુક્યા હતા. ટ્રમ્પની અગાઉની ટેરિફ નીતિ ઉત્તર અમેરિકાના ટ્રેડ પેક્ટનું ઉલ્લંઘન કરતી હતી અને કેનેડાએ માત્ર તેનો યોગ્ય જવાબ આપ્યો હતો.' આ વેપારી વિવાદથી ખાસ કરીને અમેરિકન પરિવારો માટે મોંઘવારી વધી છે, છતાં કેનેડા નાગરિકોના હિત માટે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર છે.
તાજેતરમાં ન્યૂ જર્સીમાં ફીફા વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન ટ્રમ્પ અને માર્ક કાર્ને વચ્ચે મુલાકાત થઈ હતી. તે સમયે ટ્રમ્પે કેનેડાના જંગલોમાં લાગેલી આગને કારણે અમેરિકામાં ફેલાતા ધુમાડા પર નિયંત્રણ લાવવા માગ કરી હતી. ટ્રમ્પે તો ત્યાં સુધી ચિમકી આપી હતી કે આ પ્રદૂષણને કારણે થતા આર્થિક નુકસાનનો ખર્ચ પણ કેનેડિયન સામાન પર ટેરિફ વધારીને વસૂલવામાં આવશે.
Related Articles
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયાત પર અમેરિકા પ્રતિબંધ મુકશે
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયા...
Sep 10, 2026
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50% ટેરિફ ઝીંક્યો
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી...
Sep 09, 2026
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરેન્ટોમાં RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદને ચર્ચા જગાવી
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરે...
Aug 31, 2026
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું નામ બદલ્યું:'લેક ઓન્ટારિયો' હવે 'લેક અમેરિકા' કહેવાશે; કેનેડા બોલ્યું- અમે જૂનું નામ જ બોલીશું
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું ના...
Aug 29, 2026
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્ક પરમિટ માટે હવે મળશે 90 દિવસ
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્...
Aug 29, 2026
કેનેડાથી કાઠમંડુ પહોંચ્યો હતો વડોદરાનો પરિવાર પણ પરમિટ ન મળતાં ત્યાં જ અટવાઈ ગયો
કેનેડાથી કાઠમંડુ પહોંચ્યો હતો વડોદરાનો પ...
Aug 27, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026