સ્પેન સામે હાર્યા બાદ રડી પડ્યો મેસી, ફાઈનલમાં ઐતિહાસિક રેકોર્ડ પણ બનાવ્યો
July 20, 2026
ફિફા વર્લ્ડ કપ 2026ની રવિવારે (19મી જુલાઈ) ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં સ્પેને ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને વધારાના સમયમાં 1-0થી હરાવીને પોતાનો બીજો ફિફા વર્લ્ડ કપ ખિતાબ જીતી લીધો છે. આ સાથે જ આર્જેન્ટિનાનું સતત બીજી વખત વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન રોળાઈ ગયું હતું.
મેચ સમાપ્ત થતાં જ સ્ટેડિયમમાં અત્યંત ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા. આર્જેન્ટિનાના 39 વર્ષીય દિગ્ગજ કેપ્ટન લિયોનેલ મેસી અંતિમ સીટી વાગતાની સાથે જ મેદાન પર ઘૂંટણિયે પડી ગયો હતો અને પોતાના આંસુ રોકી શક્યો નહોતો. સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકોએ "મેસ્સી… મેસ્સી…"ના નારા લગાવીને અને પ્લેકાર્ડ્સ લહેરાવીને પોતાના આ મહાન ખેલાડીને ભાવનાત્મક વિદાય આપી હતી.
નિર્ધારિત 90 મિનિટ સુધી બંને ટીમો એકપણ ગોલ નોંધાવી શકી નહોતી, જેથી મેચ વધારાના સમયમાં પહોંચી હતી. વધારાના સમયમાં સ્પેનના સબસ્ટિટ્યુટ ખેલાડી ફેરન ટોરેસે રિબાઉન્ડ બોલ પર અદ્ભુત ગોલ કરીને સ્પેનને 1-0થી સરસાઈ અપાવી હતી. આ ગોલ જ મેચનો નિર્ણાયક ક્ષણ સાબિત થયો અને સ્પેને બીજી વખત વર્લ્ડ ટ્રોફી પર પોતાનો કબજો જમાવ્યો.
આર્જેન્ટિના માટે ઈંજરી ટાઈમમાં પરિસ્થિતિ વણસી હતી જ્યારે મિડફિલ્ડર એન્ઝો ફર્નાન્ડીઝને બીજું યલો કાર્ડ મળતા રેડ કાર્ડ બતાવી બહાર મોકલાયો હતો. ત્યારબાદ લિયોનેલ સ્કેલોનીની ટીમને 10 ખેલાડીઓ સાથે રમવાની ફરજ પડી હતી. સ્પેને આ બાબતનો પૂરો ફાયદો ઉઠાવી સતત દબાણ જાળવી રાખ્યું હતું. આર્જેન્ટિનાની ટીમ 115મી મિનિટ સુધી ગોલ પર એકપણ શોટ મારી શકી નહોતી.
ભલે આર્જેન્ટિના ટ્રોફી જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યું હોય, પરંતુ લિયોનેલ મેસીએ ફાઇનલ મેચમાં રમીને વધુ એક નવો ઈતિહાસ રચ્યો હતો. મેસી ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં ત્રણ ફાઇનલ રમનાર વિશ્વનો માત્ર બીજો ખેલાડી બન્યો છે. 39 વર્ષની ઉંમરે તે વર્લ્ડ કપ ફાઇનલમાં રમનાર સૌથી મોટી ઉંમરનો આઉટફિલ્ડ ખેલાડી પણ બન્યો છે.
Related Articles
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ટેબલ ટેનિસમાં 3-0થી ક્લીન સ્વીપ
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પ...
Sep 21, 2026
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાકર અને પવન સેહરાવતના હાથમાં તિરંગો, જાપાનમાં ગૂંજ્યો ભારતનો નારો
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાક...
Sep 19, 2026
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્રીમ કોર્ટમાં થયો ખુલાસો
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્...
Sep 19, 2026
BCCI માં મોટી ઉથલપાથલ, અજિત અગરકર ચીફ સિલેક્ટર પદ છોડશે! AGMની લેટેસ્ટ અપડેટ
BCCI માં મોટી ઉથલપાથલ, અજિત અગરકર ચીફ સિ...
Sep 19, 2026
વીવીએસ લક્ષ્મણને મળી હેડ કોચની જવાબદારી, શ્રેયસ અય્યર કેપ્ટન
વીવીએસ લક્ષ્મણને મળી હેડ કોચની જવાબદારી,...
Sep 04, 2026
હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત: ટીમ ઈન્ડિયામાં કમબેક પર બ્રેક
હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત: ટીમ ઈન્ડિય...
Sep 01, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026