મહાયુદ્ધના ભણકારા! અમેરિકાના 50000 સૈનિકો હાઈ એલર્ટ પર
July 19, 2026
ન્યુ યોર્ક : મધ્ય પૂર્વમાં તણાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. જૉર્ડનમાં અમેરિકન સૈન્ય બેઝ પર થયેલા હુમલામાં 2 જવાનોના મોત બાદ અમેરિકાએ મોટી જવાબી કાર્યવાહી શરૂ કરી છે. અમેરિકન સેનાએ ઈરાન વિરૂદ્ધ સતત 8મી રાત્રે પણ ભીષણ બોમ્બમારો કર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, આ ચોક્કસ હુમલામાં ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, રડાર અને મિસાઈલ-ડ્રોન સ્ટોરેજ સાઈટોને ભારે નુકસાન થયું છે. સુરક્ષા નિષ્ણાતોના મતે અમેરિકા હવે મોટા પાયે સૈન્ય અભિયાનની તૈયારી કરી રહ્યું છે. અહેવાલો મુજબ, આ વિસ્તારમાં તૈનાત 50,000થી વધુ અમેરિકન સૈનિકોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સૈન્ય ક્ષમતા મજબૂત કરવા માટે જર્મનીથી F-16 અને બ્રિટનથી અત્યાધુનિક F-35 સ્ટેલ્થ ફાઈટર જેટ્સ ઈઝરાયેલ અને અન્ય મિત્ર દેશોના સૈન્ય બેઝ પર મોકલવામાં આવી રહ્યા છે.
અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે દુનિયાભરમાં રહેતા પોતાના નાગરિકો માટે સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે. એડવાઈઝરીમાં ચેતવણી અપાઈ છે કે ઈરાન સમર્થિત આતંકી જૂથો મિડિલ ઈસ્ટ સિવાય વિશ્વના અન્ય ભાગોમાં પણ અમેરિકન દૂતાવાસો અને નાગરિકોને નિશાન બનાવી શકે છે. નાગરિકોને બિનજરૂરી પ્રવાસો ટાળવા અને સ્થાનિક એજન્સીઓના સંપર્કમાં રહેવા જણાવાયું છે.
ઈઝરાયેલ પણ આ સમગ્ર સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ઈઝરાયેલી સૈન્ય અધિકારીઓએ સંકેત આપ્યા છે કે જો ઈરાન સીધો હુમલો કરશે, તો તેમની વાયુસેના તેહરાન સહિત ઈરાનના આંતરિક વિસ્તારોમાં ભારે હુમલા કરશે. આ હુમલામાં ઈરાનના પરમાણુ મથકો અને મિસાઈલ ફેક્ટરીઓને નિશાન બનાવવામાં આવી શકે છે. જો કે, હાલમાં અમેરિકાએ ઈઝરાયેલને આ યુદ્ધથી અલગ રહેવાની સલાહ આપી છે.
Related Articles
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મોસ્કોમાં ભારે તબાહી
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મ...
Sep 20, 2026
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ, દક્ષિણ કોરિયા સહિત અમેરિકા અને જાપાન ભડક્યાં
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ...
Sep 20, 2026
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના બહેનની ધરપકડ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના...
Sep 20, 2026
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો સાથે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો...
Sep 20, 2026
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્નની પાર્ટીમાં પુતિનના સાથીઓએ અબજોનો ખર્ચો કર્યો
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્ન...
Sep 19, 2026
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્સી જાહેર, ભારતે મોકલી HIVની 10 ટન દવા
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026