લોકસભા સ્પીકરે ચોમાસુ સત્ર પહેલા બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક બોલાવી
July 19, 2026
દિલ્હી ઃ સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે. તેને લઈને બેઠકોનો દોર આજથી જ શરૂ થઈ ગયો છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આજે બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC)ની બેઠક બોલાવી છે. આ બેઠકમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ લોકસભામાં તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને જનહિતના મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરવા માટે આમંત્રિત કર્યા હતા.
બેઠક દરમિયાન સરકાર અને અલગ-અલગ રાજકીય પક્ષોના સભ્યોએ સત્ર દરમિયાન હાથ ધરવામાં આવનારા કાનૂની અને અન્ય કાર્યો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. સભ્યોએ સત્ર દરમિયાન ચર્ચા માટે જાહેર મહત્વ અને રાષ્ટ્રીય ચિંતાની અનેક બાબતોના સૂચનો પણ આપ્યા હતા.
સ્પીકર ઓમ બિરલાએ રચનાત્મક વાતચીત, અર્થપૂર્ણ ભાગીદારી અને સર્વોચ્ચ સંસદીય પરંપરાઓનું પાલન કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે તમામ પક્ષોને અપીલ કરી હતી કે, તેઓ ગૃહની કાર્યવાહીને સુચારુ અને વ્યવસ્થિત રીતે ચલાવવામાં પોતાનો સંપૂર્ણ સહયોગ આપે, જેથી જનતા સાથે જોડાયેલા મુદ્દાઓ પર સંપૂર્ણ અને ફાયદાકારક રીતે ચર્ચા થઈ શકે. કમિટીએ સભ્યોના સૂચનોની નોંધ લીધી છે. ચર્ચાનું શિડ્યુલ અને કામની અલગ-અલગ બાબતો માટે સમયની ફાળવણી નક્કી કરાયેલી સંસદીય પ્રક્રિયાઓ અનુસાર અને સરકાર તેમજ રાજકીય પક્ષોના નેતાઓ સાથે સલાહ-સુચન કરીને કરવામાં આવશે. સ્પીકરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તમામ સભ્યો મળીને કામ કરશે, જેથી મોટા જનહિતમાં એક પ્રોડક્ટિવ અને સન્માનજનક ચોમાસુ સત્ર યોજાઈ શકે.
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026