બંને હાથમાં 6-6 આંગળીઓ ધરાવતા વેસ્ટ ઈન્ડિઝના મહાન ઓલરાઉન્ડર ક્રિકેટર સર ગેરી સોબર્સનું 89 વર્ષની વયે નિધન
July 18, 2026
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર અને ક્રિકેટ ઇતિહાસના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં સ્થાન મેળવનારા સર ગેરી સોબર્સનું 89 વર્ષની વયે નિધન થયું છે. એક જ ઓવરમાં પ્રથમ વખત 6 છગ્ગા ફટકારનાર બેટ્સમેન તરીકે ઓળખાતા સોબર્સે પોતાની શાનદાર કારકિર્દીથી વિશ્વભરના અનેક ક્રિકેટરોને પ્રેરણા આપી હતી. જન્મ સમયે તેમના બંને હાથમાં 6-6 આંગળીઓ હતી, જેના કારણે તેઓ પોતાની રમત ઉપરાંત આ અનોખી વિશેષતા માટે પણ જાણીતા રહ્યા હતા. જો કે સમય અંતરે દૂર કરાઈ હતી.
બાર્બાડોસમાં જન્મેલા સર ગેરી સોબર્સ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ—ત્રણેય ક્ષેત્રમાં અસાધારણ પ્રતિભા ધરાવતા ખેલાડી હતા. મેદાન પર રમતના દરેક પાસામાં ઉચ્ચ કક્ષાનું પ્રદર્શન કરવાની તેમની ક્ષમતાએ તેમને ક્રિકેટના સૌથી મહાન ખેલાડીઓમાં સ્થાન અપાવ્યું હતું. જોકે બાળપણમાં શસ્ત્રક્રિયા કરીને તેમના બંને હાથની વધારાની આંગળીઓ દૂર કરવામાં આવી હતી.
સર ગેરી સોબર્સની કારકિર્દી અનેક ઐતિહાસિક સિદ્ધિઓથી ભરપૂર રહી હતી. વર્ષ 1968માં સ્વાનસી ખાતે ગ્લેમોર્ગન સામે નોટિંગહામશાયર તરફથી રમતી વખતે તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં એક જ ઓવરમાં પ્રથમ વખત 6 છગ્ગા ફટકારી અનોખો રેકોર્ડ નોંધાવ્યો હતો. આ સિદ્ધિએ તેમને વિશ્વ ક્રિકેટમાં અમર બનાવી દીધા હતા.
તેમની સિદ્ધિઓની ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિચી બેનાઉડ સહિત અનેક દિગ્ગજોએ પ્રશંસા કરી હતી. બેનાઉડે સોબર્સને તેજસ્વી બેટ્સમેન, શાનદાર ફિલ્ડર અને નવા બોલ, પરંપરાગત ડાબોડી સ્પિન તેમજ ઓવર-ધ-રિસ્ટ સ્પિન—ત્રણેય પ્રકારની બોલિંગમાં અસાધારણ કુશળતા ધરાવતા સર્વાંગી ખેલાડી તરીકે બિરદાવ્યા હતા. તેમના નિધનથી વિશ્વ ક્રિકેટે તેના સૌથી મહાન ઓલરાઉન્ડરોમાંના એકને ગુમાવ્યો છે.
Related Articles
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ટેબલ ટેનિસમાં 3-0થી ક્લીન સ્વીપ
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પ...
Sep 21, 2026
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાકર અને પવન સેહરાવતના હાથમાં તિરંગો, જાપાનમાં ગૂંજ્યો ભારતનો નારો
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાક...
Sep 19, 2026
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્રીમ કોર્ટમાં થયો ખુલાસો
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્...
Sep 19, 2026
BCCI માં મોટી ઉથલપાથલ, અજિત અગરકર ચીફ સિલેક્ટર પદ છોડશે! AGMની લેટેસ્ટ અપડેટ
BCCI માં મોટી ઉથલપાથલ, અજિત અગરકર ચીફ સિ...
Sep 19, 2026
વીવીએસ લક્ષ્મણને મળી હેડ કોચની જવાબદારી, શ્રેયસ અય્યર કેપ્ટન
વીવીએસ લક્ષ્મણને મળી હેડ કોચની જવાબદારી,...
Sep 04, 2026
હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત: ટીમ ઈન્ડિયામાં કમબેક પર બ્રેક
હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત: ટીમ ઈન્ડિય...
Sep 01, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026