થોડાક જ વરસાદમાં રામમંદિરના દરબારમાં પાણી ઘૂસ્યું, ભક્તોને દર્શન કરતા અટકાવાયા
July 29, 2026
જલવાનપુરા : અયોધ્યાના ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહ અને પરિસરમાં વરસાદી પાણી ટપકવા અને ભરાવવાનો સિલસિલો મંગળવારે પણ ચાલુ રહ્યો હતો. ધોધમાર વરસાદ દરમિયાન રામ દરબાર તરફ જતી સીડીઓ પરથી પાણી વહીને જાણે કોઈ ઝરણું વહેતું હોય તેવા દ્રશ્યો સર્જયા હતા. રામ દરબારમાંથી પાણી વહીને સીધું મંદિર પરિસરમાં ફેલાઈ જતાં શ્રદ્ધાળુઓને દર્શન કરવાથી રોકવામાં આવ્યા હતા. આટલી આધુનિક અને સુવ્યવસ્થિત રીતે નિર્મિત ભવ્ય મંદિરમાં વારંવાર પાણી ભરાવાની આ ઘટનાને લઈને ભારે ચિંતા પ્રવર્તી રહી છે, જો કે આ અંગે તંત્ર કે સત્તાધીશો તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
મંગળવારે દર્શન કરીને બહાર આવેલા એક શ્રદ્ધાળુએ જણાવ્યું હતું કે, ભારે વરસાદ વચ્ચે તેઓ સામાન્ય સીડીઓથી રામ દરબાર તરફ દર્શનાર્થે જઈ રહ્યા હતા, ત્યારે વરસાદનું પાણી સીડીઓ પરથી વહીને પ્રાંગણ તરફ જઈ રહ્યું હતું, જેને પગલે સુરક્ષાકર્મીઓએ લોકોને આગળ જતા અટકાવ્યા હતા.
જલવાનપુરા વિસ્તારમાં રહેતા લોકોની મુશ્કેલીઓ યથાવત રહી હતી. રિકાબગંજ-કસાબાડા માર્ગ પર ભરાયેલા પાણી વચ્ચેથી લોકોને મજબૂરીમાં પસાર થવું પડ્યું હતું. ભારે વરસાદના કારણે સાહબગંજ ગટરો છલકાઈને રસ્તા પર વહેવા લાગી હતી. ઉપરાંત, દેવકાલી વોર્ડ અંતર્ગત આવતી શ્રી રામ કુંજ કોલોની, બછડા સુલતાનપુર, શિવ પુરામ કોલોની, દેવકાલી ગામ અને ટીચર કોલોની સહિતના અનેક વિસ્તારોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી નાગરિકો ભારે પરેશાનીમાં મુકાયા હતા.
Related Articles
મગની 100% MSP ખરીદીની માંગ સાથે ભોપાલમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન, હવે CM હાઉસ સુધી કૂચની તૈયારી
મગની 100% MSP ખરીદીની માંગ સાથે ભોપાલમાં...
Jul 29, 2026
બજરંગ દળ-PFI સરખામણી કેસમાં મલ્લિકાર્જુન ખડગે સામે જામીનપાત્ર વોરંટ, 19 સપ્ટેમ્બરે હાજર રહેવાનો આદેશ
બજરંગ દળ-PFI સરખામણી કેસમાં મલ્લિકાર્જુન...
Jul 29, 2026
આઈઆઈટી કાનપુરની વેબસાઈટ હેક કરનાર વિદ્યાર્થીને મળશે પોતાની કુશળતા સાબિત કરવાની તક
આઈઆઈટી કાનપુરની વેબસાઈટ હેક કરનાર વિદ્યા...
Jul 29, 2026
બૅન્ક ઑફ બરોડાએ ગ્રાહકોને તાત્કાલિક પાસવર્ડ બદલવા કહ્યું, 1000 GB ડેટા લીક બાદ એડવાઇઝરી જાહેર
બૅન્ક ઑફ બરોડાએ ગ્રાહકોને તાત્કાલિક પાસવ...
Jul 29, 2026
આસામમાં પૂરની સ્થિતિ પર PM મોદીની સમીક્ષા બેઠક, ધારાસભ્યોએ એક મહિનાનો પગાર રાહત માટે આપ્યો
આસામમાં પૂરની સ્થિતિ પર PM મોદીની સમીક્ષ...
Jul 29, 2026
આંદોલનકારી વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય, સગીરોને તાત્કાલિક છોડવા સુપ્રીમ કોર્ટનો આદેશ
આંદોલનકારી વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ કાર્ય...
Jul 28, 2026
Trending NEWS
29 July, 2026
29 July, 2026
28 July, 2026
28 July, 2026
28 July, 2026
28 July, 2026
27 July, 2026
27 July, 2026
27 July, 2026
27 July, 2026