ચીનના ઝુહાઈમાં વૃદ્ધે ટોળા પર કાર ચઢાવી દીધી, 35 લોકોના મોત
November 12, 2024
મળતી માહિતી પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટનાને અંજામ આપનાર શંકાસ્પદ 62 વર્ષીય છૂટાછેડા લીધેલ વ્યક્તિ હતો. ત્યાં ફરતા લોકોની ભીડમાં તેની કાર લઈને ઘૂસી ગયો હતો અને ટોળાને ટક્કર મારી હતી. ઘટના બાદ શંકાસ્પદ વ્યક્તિ ચાકુ દ્વારા પોતાની જાતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે તરત પોલીસે તેને સ્થળ પર જ પકડી લીધો હતો. આ અંગે ઝુહાઈ પોલીસ દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર શંકાસ્પદ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આ ઈરાદાપૂર્વકનો હુમલો હતો કે અકસ્માત હતો. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હાલમાં ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. ચીનમાં બનેલી આ કાળજા કંપાવી દેનારી ઘટનાને કારણે રસ્તાઓ પર દૂર દૂર સુધી મૃતદેહો જોવા મળી રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ઘાયલ થયેલા ડઝનેક લોકો મદદ માટે ચીસો પાડતા જોવા મળી રહ્યા હતા. અન્ય લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. સ્થળ પર આવું કરુણ દ્રશ્ય જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા.
Related Articles
અમેરિકાએ ઈરાનમાં બાળકોની હોસ્પિટલ કર્યો બોંબમારો, વળતા જવાબમાં કુવૈત પર ભીષણ ડ્રોન હુમલો
અમેરિકાએ ઈરાનમાં બાળકોની હોસ્પિટલ કર્યો...
Jul 16, 2026
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓના મોતની આશંકા
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વ...
Jul 16, 2026
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન!
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક...
Jul 15, 2026
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ!
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન...
Jul 15, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુ...
Jul 15, 2026
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈ...
Jul 13, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026