Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

દમણમાં માતાએ ચોથા માળેથી પોતાના બે બાળકોને નીચે ફેંકી દેતા મોત

January 22, 2025

દમણમાં માતાએ ચોથા માળેથી પોતાના બે બાળકોને નીચે ફેંકી દેતા મોત મામલે મોટો ખુલાસો થયો છે. બાલ્કનીમાંથી પડી જવાથી નહીં પરંતુ બંને બાળકોના મોત માતાએ તેને નીચે ફેંકી દેવાથી થયા છે. આ અંગે પોલીસે બાળકોની માતા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. વધુ તપાસ ચાલી રહી છે.

મંગળવારે પોલીસે જણાવ્યું હતું કે, 21 જાન્યુઆરી 2025એ લગભગ રાત્રે 12:35 વાગ્યે CHC મોટી દમણથી એક કોલ આવ્યો, જેમાં જણાવાયું કે, બે બાળકો એક બિલ્ડિંગના ચોથા માળેથી પડ્યા છે. માહિતી મળતાની સાથે જ પોલીસ કર્મચારી CHC, મોટી દમણ પહોંચ્યા. જ્યાં આ પુષ્ટિ કરવામાં આવી કે બંને બાળકોને મૃત જાહેર કરાયા હતા. બાળકો, જે ભાઈઓ હતા. જેઓ TRV, દલવાડા, નાની દમણના નિવાસી હતા.

 દમણના કડૈયાના કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં BNS-2023ની કલમ 103 હેઠળ બાળકોની માતા સીમા યાદવ પર FIR સંખ્યા 04/2025 દાખલ કરાઈ છે. તપાસ દરમિયાન એ જાણવા મળ્યું કે, પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જ્યારબાદ આરોપી મહિલાએ બંને બાળકોને એક બાદ એક બાલકની પરથી ફેંકી દીધા. પછી તેણે ખુદ કૂદવાનો પ્રયાસ કર્યો, પરંતુ પતિએ તેને પકડી લીધી. આરોપી મહિલાની ધરપકડ કરી લેવાઈ છે અને આગળની તપાસ કરાશે.