દેશની સૌથી મોટી બેન્ક પણ 'મફતની રેવડી' અંગે ચિંતિત, કહ્યું - સરકાર રોજગાર આપવા પર ધ્યાન આપે
March 07, 2026
ચૂંટણી સમયે મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો દ્વારા અપાતા 'મફત ભેટ' (Freebies) અને બેંક ખાતામાં સીધા રોકડ જમા કરાવવાના વાયદાઓ હવે દેશના અર્થતંત્ર માટે ચિંતાનો વિષય બન્યા છે. ભારતીય સ્ટેટ બેંક (SBI) ના તાજેતરના રિપોર્ટમાં આ અંગે ગંભીર ચેતવણી આપવામાં આવી છે.
SBI ના સંશોધન અહેવાલ મુજબ, ચૂંટણીલક્ષી મફત યોજનાઓ પાછળ રાજ્યોના જીએસડીપી (GSDP) ના 0.1% થી 2.7% જેટલો જંગી ખર્ચ થાય છે. આ ખર્ચ રાજ્યોની પોતાની કુલ મહેસૂલી આવકના લગભગ 5 થી 10% જેટલો હોય છે. રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે આવી યોજનાઓ પરના ખર્ચની મર્યાદા GSDP ના ચોક્કસ ટકા સુધી મર્યાદિત હોવી જોઈએ, જેથી શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી જરૂરી કલ્યાણકારી યોજનાઓ ખોરવાય નહીં.
માત્ર આર્થિક નિષ્ણાતો જ નહીં, પણ સુપ્રીમ કોર્ટે પણ આ 'રેવડી સંસ્કૃતિ' પર લાલ આંખ કરી ચુકી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "સરકારે લોકોને મફત ભેટ કે રોકડ આપવાને બદલે રોજગારના અવસરો ઉભા કરવા જોઈએ, જેથી નાગરિકો આત્મસન્માન સાથે જીવી શકે." કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે, શું આપણે સક્ષમ અને હાંસિયામાં ધકેલાયેલા લોકો વચ્ચે તફાવત ભૂલી રહ્યા છીએ? જો ભેદભાવ વગર દરેકને મફત આપવામાં આવે, તો તે માત્ર 'તુષ્ટિકરણની નીતિ' બની જશે જે દેશના વિકાસમાં અવરોધક છે.
Related Articles
ઉત્તરાખંડમાં હથિયારધારી નિહંગોએ ગુરુદ્વારા પર કબજો કર્યો, ભક્તોને બંધક બનાવ્યા
ઉત્તરાખંડમાં હથિયારધારી નિહંગોએ ગુરુદ્વા...
Jun 21, 2026
મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા, થરૂરે પણ આપ્યો વળતો જવાબ
મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્...
Jun 21, 2026
તમિલનાડુની ફેક્ટરીમાં ભયાનક ગેસ ગળતર: 65 કર્મચારીઓ બીમાર, 7ના મોત, CMનો તપાસનો આદેશ
તમિલનાડુની ફેક્ટરીમાં ભયાનક ગેસ ગળતર: 65...
Jun 21, 2026
મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા
મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની...
Jun 20, 2026
અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર વિદ્યાર્થીને અડપલાં કરનાર શિક્ષક ઝડપાયો
અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર...
Jun 20, 2026
60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ ક્યાં..? રામ મંદિર દાન ચોરી મામલે SIT ગોથે ચઢી
60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ...
Jun 20, 2026
Trending NEWS
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026