ફ્રાન્સમાં ચિડો વાવાઝોડાનું કહેર, 1000નાં મોતની આશંકા, 220 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો
December 16, 2024
ફ્રાન્સના મેયોટ વિસ્તારમાં 'ચિડો' વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. અહીં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા લગભગ 1,000ને આંબી ગઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. એક ટોચના સરકારી અધિકારીએ રવિવારે આ માહિતી આપી.
મેયોટ પ્રીફેક્ટ ફ્રાન્કોઇસ-ઝેવિયર બ્યુવિલેએ કહ્યું કે "મને લાગે છે કે સેંકડો લોકો આ વાવાઝોડાને કારણે માર્યા ગયા છે, કદાચ સંખ્યા લગભગ એક હજાર સુધી પહોંચી શકે છે. શનિવારે હિંદ મહાસાગરના ટાપુઓ પર ત્રાટકેલા ઉષ્ણકટિબંધીય ચક્રવાતને કારણે થયેલા વ્યાપક વિનાશ બાદ ચોક્કસ આંકડા આપવાનું હાલ તો 'અત્યંત મુશ્કેલ' છે.
અધિકારીઓએ રવિવારે અગાઉ મેયોટમાં ઓછામાં ઓછા લોકોના 11 મૃત્યુની પુષ્ટિ કરી હતી પરંતુ પછીથી જણાવ્યું હતું કે સંખ્યા વધવાની અપેક્ષા છે. આફ્રિકાના કિનારે દક્ષિણ-પૂર્વ હિંદ મહાસાગરમાં સ્થિત મેયોટ ફ્રાન્સનો સૌથી ગરીબ ટાપુ પ્રદેશ અને યુરોપિયન યુનિયનનો સૌથી ગરીબ પ્રદેશ ગણાય છે.
ફ્રેન્ચના હવામાન વિભાગના જણાવ્યાનુસાર ચિડોને કારણે 220 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે મેયોટમાં અનેક મકાનોને નુકસાન થયું હતું. આફ્રિકાના પૂર્વ કિનારે લગભગ 800 કિલોમીટર દૂર આવેલા બે મુખ્ય ટાપુઓમાં ફેલાયેલા મેયોટની વસ્તી 3 લાખથી વધુ લોકોની છે. કેટલાક સ્થળોએ સમગ્ર વિસ્તાર નાશ પામ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ અહેવાલ આપ્યો હતો કે ઘણા વૃક્ષો ઉખડી ગયા હતા અને હોડીઓ પલટી કે ડૂબી ગઈ હતી.
Related Articles
અમેરિકાએ ઈરાનમાં બાળકોની હોસ્પિટલ કર્યો બોંબમારો, વળતા જવાબમાં કુવૈત પર ભીષણ ડ્રોન હુમલો
અમેરિકાએ ઈરાનમાં બાળકોની હોસ્પિટલ કર્યો...
Jul 16, 2026
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓના મોતની આશંકા
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વ...
Jul 16, 2026
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન!
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક...
Jul 15, 2026
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ!
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન...
Jul 15, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુ...
Jul 15, 2026
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈ...
Jul 13, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026