ગુજરાતમાં મેઘરાજાએ છેલ્લા 24 કલાકમાં 134 તાલુકાને ઘમરોળ્યા
September 30, 2024

ગુજરાતમાં નવરાત્રિ પહેલા મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 4.40 ઈંચ વરસાદ નોંધાયો છે. તો વડોદરામાં 3.77 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જૂનાગઢમાં 3.58 ઈંચ, બોટાદના ગઢડામાં 3.26 ઈંચ, તાલાલામાં 3 ઈંચ અને ગીર ગઢડા 2.9 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે (30મી સપ્ટેમ્બર) વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં વીજળી અને મેઘગર્જના સાથે સપાટી પરના પવન 30-40 કિમી પ્રતિ કલાકના પવન સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસતાં અનેક સ્થાનોએ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યારસુધી સરેરાશ 47.44 ઈંચ સાથે સિઝનનો 137 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં છેલ્લા 10 વર્ષમાં આ બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ છે. અગાઉ વર્ષ 2019માં 49.95 ઈંચ સાથે સરેરાશ 146 ટકા વરસાદ વરસ્યો હતો.
રીજિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં 35.29 ઈંચ સાથે સિઝનનો 184.86 ટકા, ઉત્તર ગુજરાતમાં 32.75 ઈંચ સાથે 113.95 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 42.02 ઈંચ સાથે સિઝનનો 131.63 ટકા, સૌરાષ્ટ્રમાં 42.15 ઈંચ સાથે સિઝનનો 145.21 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતમાં 82.58 ઈંચ સાથે 140.60 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હવે 100 ટકાથી વરસાદ પડ્યો હોય તેવો એકપણ જિલ્લો નથી.
Related Articles
જૂનાગઢ અને વિસાવદરના રાજકારણમાં કઇંક નવાજૂની થવાની શક્યતા
જૂનાગઢ અને વિસાવદરના રાજકારણમાં કઇંક નવા...
Jul 20, 2025
એર ક્વૉલિટી ઈન્ડેક્સમાં પાંચ મહિનાથી અમદાવાદનું વાયુ પ્રદૂષણ નબળા સ્તરે
એર ક્વૉલિટી ઈન્ડેક્સમાં પાંચ મહિનાથી અમદ...
Jul 20, 2025
ગુજરાતમાં ફિક્સ પગાર, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા માગણી
ગુજરાતમાં ફિક્સ પગાર, આઉટસોર્સિંગ અને કો...
Jul 20, 2025
સેબી-આરબીઆઇની મંજૂરી વિના વિદેશમાં નાણાં મોકલવાના ચકચારી કૌભાંડમાં જામનગરના યુવાનની ધરપકડ
સેબી-આરબીઆઇની મંજૂરી વિના વિદેશમાં નાણાં...
Jul 19, 2025
વડોદરાના કરજણમાં નર્મદા કેનાલમાં ખાબકી કાર, 2 લોકોના મોત, પરિવારમાં શોકનો માહોલ
વડોદરાના કરજણમાં નર્મદા કેનાલમાં ખાબકી ક...
Jul 19, 2025
બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, દાંતામાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વ...
Jul 19, 2025
Trending NEWS

20 July, 2025

20 July, 2025

20 July, 2025

20 July, 2025

20 July, 2025

20 July, 2025

20 July, 2025

20 July, 2025

20 July, 2025

20 July, 2025