બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, દાંતામાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ
July 19, 2025

લાંબા વિરામ બાદ ફરી મેઘરાજા ગુજરાતમાં સક્રિય થયા છે. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો, અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ દાંતામાં નોંધાયો છે, જ્યાં માત્ર બે કલાકમાં જ 4 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
આજે વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં બનાસકાંઠાના દાંતામાં 3.66 ઇંચ, પાલનપુરમાં 2.09 ઇંચ, લાખણીમાં 1.38 ઇંચ, ધાનેરામાં 1.6 ઇંચ, વડગામમાં 1.94 ઇંચ, અમીરગઢમાં 0.79 ઇંચ, થરાદમાં 0.63 ઇંચ, દાંતીવાડા અને ભાભરમાં 0.47 ઇંચ વરસાદ નોંધાયો છે. જો રાજ્યના અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો 25 તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ ખાબક્યો છે.
દાંતા ઉપરાંત દાંતીવાડા અને પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું. સવારથી શરૂ થયેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જોકે કેટલાક વિસ્તારોમાં વધુ પડતા પાણી ભરાવાના કારણે મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા 26 થી 30 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. આ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદ લાવી શકે છે, જેને લઈને તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Related Articles
સેબી-આરબીઆઇની મંજૂરી વિના વિદેશમાં નાણાં મોકલવાના ચકચારી કૌભાંડમાં જામનગરના યુવાનની ધરપકડ
સેબી-આરબીઆઇની મંજૂરી વિના વિદેશમાં નાણાં...
Jul 19, 2025
વડોદરાના કરજણમાં નર્મદા કેનાલમાં ખાબકી કાર, 2 લોકોના મોત, પરિવારમાં શોકનો માહોલ
વડોદરાના કરજણમાં નર્મદા કેનાલમાં ખાબકી ક...
Jul 19, 2025
ગંભીરા બ્રિજ તૂટવા મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ: સરકારની કામગીરી સામે નારાજગી દર્શાવી
ગંભીરા બ્રિજ તૂટવા મુદ્દે હાઇકોર્ટ લાલઘૂ...
Jul 18, 2025
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ચીફ ઓફિસર વિરૂદ્ધ કાર્યવાહી, આગામી 3 વર્ષ નહીં મળે પગાર-ભથ્થું
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ચીફ ઓફિસર વિ...
Jul 18, 2025
જામકંડોરણાના પાદરીયા ગામે તળાવમાં ડૂબવાથી 3 બાળકના મોત
જામકંડોરણાના પાદરીયા ગામે તળાવમાં ડૂબવાથ...
Jul 17, 2025
સ્વચ્છ સર્વેક્ષણ 2024-25: દેશનું સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર, મોટા શહેરોમાં અમદાવાદ પ્રથમ નંબરે
સ્વચ્છ સર્વેક્ષણ 2024-25: દેશનું સૌથી સ્...
Jul 17, 2025
Trending NEWS

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025

19 July, 2025