Breaking News :
કેનેડાના સૈન્ય તાલીમ કેન્દ્રમાં ભારે પવનથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ઘાયલોને હેલિકોપ્ટર અને વિમાનથી ખસેડાયા મક્કામાં મસ્જિદમાં કિસના આરોપમાં બે બાંગ્લાદેશીને ફાંસી, ઢાકામાં વિવાદ, પાકિસ્તાનના બે નિકટતમ દેશો વચ્ચે ઝઘડો ઇટાલીમાં પ્રદર્શનો બાદ સરકારનો નિર્ણય, સગીર હિંસા કરશે તો માતા-પિતાએ ચૂકવવું પડશે વળતર, 5 વર્ષની જેલ મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખોંગસાઈની ગોળી મારી હત્યા, ત્રણ બળવાખોરોની અટકાયત, પાંચ જિલ્લામાં બંધનું એલાન સુરતમાં બાઇક પર જતાં 4 મિત્રોનો ગમખ્વાર અકસ્માત, બ્રિજ પરથી 50 ફૂટ નીચે પટકાતા 3ના મોત, એકની હાલત ગંભીર દશેરાએ દિલ્હીમાં રાવણ સાથે 30 ફૂટના 'કોકરોચ'નું દહન!

હિમાચલ પ્રદેશમાં 22 મુસાફરો ભરેલી ખાનગી બસ પલટી જતાં 8 મુસાફરોના મોત, અનેક ઘાયલ

August 08, 2026

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં શનિવારે 8 ઓગસ્ટની સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. તીસા-બૈરાગઢ રોડ પર ચાબુજ વળાંક પાસે બૈરાગઢથી ચંબા તરફ જઈ રહેલી મુસાફરોથી ખીચોખીચ ભરેલી ખાનગી બસ ચાલકે કાબૂ ગુમાવતા અચાનક પલટી ગઈ હતી. આ ગોઝારી ઘટનામાં 8 લોકોના મોત નીપજ્યા હતા અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ ઘટના સમયે બસમાં અંદાજે 22 મુસાફરો સવાર હતા.

અકસ્માત બાદ ઘટનાસ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ અને વહીવટી તંત્રની ટીમ પણ તરત જ સ્થળ પર દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ચંબાના પોલીસ અધિક્ષક વિજય સકલાનીએ અકસ્માતની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે 8 મુસાફરોના મોત થયા છે અને ઘાયલોને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસ ટીમે સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સંપૂર્ણ વિગતવાર માહિતી સ્પષ્ટ થશે.