મહારાષ્ટ્રમાં ભાજપ બહુમતીની નજીક છતાં CMનું નામ નક્કી કરવામાં તકલીફ

November 27, 2024

મહારાષ્ટ્રમાં હજુ સુધી મુખ્યમંત્રીનો ચહેરો નક્કી થયો નથી. સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે એકલા ભાજપ બહુમતીની નજીક છે અને અજિત પવાર પણ મુખ્યમંત્રીની રેસથી દૂર છે. તેમ છતાં મહાયુતિ મુખ્યમંત્રી પદ અંગે નિર્ણય કેમ લઈ શકતી નથી? એવું માનવામાં આવે છે કે ભાજપ હાઈકમાન્ડ જાતિ સમીકરણના આધારે અને એનડીએના સહયોગીઓને વિશ્વાસમાં લઈને નિર્ણય લેવા માંગે છે. આ જ કારણ છે કે છેલ્લા ચાર દિવસથી મુંબઈથી દિલ્હી સુધી બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

એક તરફ મરાઠા ચહેરા એકનાથ શિંદેનું નામ ચાલી રહ્યું છે તો બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસ છે. ભાજપને OBC વર્ગને પણ આકર્ષવાનો પડકાર છે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થયો. એકનાથ શિંદેએ પણ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. નવી સરકારની રચના સુધી તેઓ કાર્યકારી મુખ્યમંત્રી છે. આખરે, મહાયુતિ મુખ્યમંત્રી અંગે નિર્ણય કેમ લઈ શકતી નથી?

નવા સીએમ અંગે નિર્ણય લેતા પહેલા ભાજપ તેના સહયોગી અને ધારાસભ્યો પાસેથી ઓપિનિયન પોલ લેશે. જેમાં પહેલા સહયોગી પક્ષોના નેતાઓ સાથે વાત કરવામાં આવશે અને  ત્યારપછી ભાજપના ધારાસભ્યો પાર્ટીની બેઠકમાં ભાગ લેશે અને પાર્ટીના ધારાસભ્યો સાથે વાત કર્યા બાદ સર્વસંમતિ સાધવામાં આવશે અને નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.