શેરબજારમાં દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતનો ડંકો : દેશના કુલ એક્ટિવ રોકાણકારોમાં રાજ્યનો 12.5% હિસ્સો
April 20, 2026
ગુજરાતીઓની વર્ષો જૂની ઓળખ એક કુશળ વેપારી અને શેરબજારના સચોટ રોકાણકાર તરીકેની રહી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના (NSE) નાણાકીય વર્ષ 2025-26ના તાજેતરના ડેટા મુજબ, સક્રિય રોકાણકારો અને ટ્રેડિંગ ટર્નઓવર એમ બંને બાબતોમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યું હતું. બજારમાં જોવા મળતી ભારે અનિશ્ચિતતા અને ઉતાર-ચઢાવ છતાં ગુજરાતી રોકાણકારોની સહભાગિતા ઉચ્ચ સ્તરે જોવા મળી હતી, જે દર્શાવે છે કે ગુજરાતીઓ જોખમ ખેડીને પણ રોકાણ કરવામાં માહેર છે.
NSEના અહેવાલ અનુસાર, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ગુજરાતના 46 લાખ રોકાણકારોએ બજારમાં ઓછામાં ઓછી એક વખત ટ્રેડિંગ કર્યું હતું. આ આંકડો દેશના કુલ એક્ટિવ વ્યક્તિગત રોકાણકારોના 12.5% જેટલો હિસ્સો ધરાવે છે. આ રોકાણકારોએ કેશ માર્કેટમાં કુલ 18.5 લાખ કરોડ રૂપિયાનું જંગી ટર્નઓવર કર્યું હતું. રાજ્યમાં કુલ 1.10 કરોડ નોંધાયેલા રોકાણકારો છે, જેમાંથી અંદાજે 42% જેટલા રોકાણકારોએ ગત નાણાકીય વર્ષમાં સક્રિય રીતે બજારમાં સોદા કર્યા હતા.
ઈક્વિટી કેશ સેગમેન્ટમાં વ્યક્તિગત રોકાણકારોના ટર્નઓવરની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર 33 લાખ કરોડ રૂપિયા અને 19% હિસ્સા સાથે પ્રથમ ક્રમે રહ્યું હતું, જ્યારે ગુજરાત 18.5 લાખ કરોડના ટર્નઓવર સાથે બીજા ક્રમે રહ્યું હતું. આ યાદીમાં ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને દિલ્હી જેવા રાજ્યો પણ ટોચના પાંચમાં સ્થાન પામ્યા છે. ગુજરાતના 46.1 લાખ સક્રિય રોકાણકારોના કારણે રાજ્ય આજે NSEના ઇક્વિટી કેશ સેગમેન્ટમાં દેશનું બીજું સૌથી મોટું યોગદાન આપનારું રાજ્ય બની ગયું છે.
નિષ્ણાતો ગુજરાતના આ મજબૂત પ્રદર્શન પાછળ રાજ્યની સમૃદ્ધ ટ્રેડિંગ સંસ્કૃતિ અને રિટેલ રોકાણકારોની મોટી સંખ્યાને મુખ્ય કારણ માને છે. અહીંના રોકાણકારો માટે ઇક્વિટી રોકાણ એ જીવનશૈલીનો ભાગ બની ગયું છે, તેથી જ તેઓ બજારના ઘટાડાથી ડરવાને બદલે તેને ખરીદીની ઉત્તમ તક તરીકે જુએ છે. જિલ્લા કક્ષાની વાત કરીએ તો, અમદાવાદ શહેર મુંબઈ સબબર્ન પછી દેશમાં બીજા ક્રમે રહ્યું હતું. અમદાવાદમાં 10.4 લાખ સક્રિય રોકાણકારો નોંધાયા હતા, જે રાષ્ટ્રીય સ્તરના કુલ રોકાણકારોના 2.8% હિસ્સો ધરાવે છે.
Related Articles
ભારતનું અર્થતંત્ર લગાવશે લાંબી છલાંગ!, 10%થી વધુ ગ્રોથની નાણામંત્રીને આશા
ભારતનું અર્થતંત્ર લગાવશે લાંબી છલાંગ!, 1...
Sep 27, 2026
કેનેડા-યુરોપે હાથ મિલાવતાં થતાં ટ્રમ્પ લાલઘૂમ, વેપાર રોકવાની ધમકી
કેનેડા-યુરોપે હાથ મિલાવતાં થતાં ટ્રમ્પ લ...
Sep 18, 2026
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટી 75770 પર, IT-ઓટો શેરમાં વેચવાલી
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સ...
Sep 08, 2026
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા માળે આગ લાગતા 2નાં મોત, 6 ઘાયલ
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા મ...
Aug 12, 2026
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆઈમાં કોઈ રાહત નહીં : RBI ગવર્નર સંજય મલ્હોત્રાની જાહેરાત
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆ...
Aug 05, 2026
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સેન્સેક્સ 789 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24,500ને પાર
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સે...
Aug 03, 2026
Trending NEWS
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
26 September, 2026